હાલમાં કેટલી ચાઈનીઝ કંપનીઓ દેશમાં પોતાનો બિઝનેસ કરી રહી છે?
સરકારે સોમવારે સંસદમાં આ અંગેની માહિતી આપી છે. કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે સંસદમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપ્યો. દેશમાં ( india ) 174 ચીની કંપનીઓ ( chinese companies ) વિદેશી કંપનીઓ તરીકે ( registered ) નોંધાયેલી છે. આ ચીની કંપનીઓની ઓફિસ ભારતમાં હોવા છતાં, દેશમાં કેટલી કંપનીઓમાં ચાઈનીઝ રોકાણકારો કે શેરધારકો છે તેની માહિતી સરકાર આપી શકી નથી. કારણ કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય પાસે આવી વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં આ કંપનીઓ ડાયરેક્ટર તરીકે 3,560 કંપનીઓ કામ કરે છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં રાવ ઈન્દ્રજીત સિંહે જણાવ્યું હતું કે કોર્પોરેટ ડેટા મેનેજમેન્ટ (CDM) ડેટા અનુસાર ભારતમાં કુલ 3,560 કંપનીઓમાં ચીની ડિરેક્ટર છે. દરમિયાન, જો આપણે ભારત અને ચીન વચ્ચેના વેપારની વાત કરીએ તો, રાજ્યસભામાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, તે ચિંતાનો વિષય છે કે ભારત ઘણી બાબતો માટે ચીન પર નિર્ભર છે.
આ સમાચાર પણ વાંચો: Banking News : શું તમારું આ 13 બેંકોમાંથી કોઈમાં ખાતું છે? RBIએ લીધો ‘આ’ મોટો નિર્ણય
2003-04માં ભારતે ચીન પાસેથી $4.34 બિલિયનની આયાત કરી હતી. 2013-14માં આ આયાત વધીને 51.03 અબજ ડોલર થઈ હોવાના અહેવાલ છે.