ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૪ એપ્રિલ 2021
બુધવાર
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક નવા પ્રકારની ફિક્સ ડિપોઝીટ યોજના શરૂ કરી છે. આ સ્કીમ નું નામ immune ઇન્ડિયા ડિપોઝિટ છે. આ યોજના હેઠળ જે કોઈ વ્યક્તિ કોરોના ની વેકસીન લીધા પછી ફિક્સ ડિપોઝીટ ખોલવા આવશે તેને ૦.૨૫ ટકા વધુ વ્યાજ મળશે. આ જ રીતે જ્યારે કોઈ સિનિયર સિટીઝન ફિક્સ ડિપોઝીટ ખોલવા આવશે અને તેણે રસી લીધી હશે તો તેને અડધો ટકો વધુ વ્યાજ મળશે. આ યોજનાનો પરિપકવતા સમયગાળો 1111 દિવસનો છે.
માનવું પડશે!!! માર્કેટિંગ સ્કિલ આને કહેવાય.
