News Continuous Bureau | Mumbai
Multibagger Stock: કહેવાય છે કે શેર બજારમાં એ વ્યક્તિ સૌથી વધુ કમાય છે જે સારા સ્ટોકમાં વર્ષો સુધી રોકાણ કરી રાખે છે. કંઈક આવું જ પ્રિન્ટ નિર્માતા કંટ્રોલ પ્રિન્ટ કંપની સાથે થયું છે. આ કંપનીએ તેના ઇન્વેસ્ટર્સને મજબૂત રિટર્ન આપ્યું છે. કંટ્રોલ પ્રિન્ટે તેના ઇન્વેસ્ટર્સને લાંબા ગાળામાં કોડપતિ બનાવ્યા છે. આ કંપનીમાં જે તે સમયે જે વ્યક્તિએ 78 હજાર રુપીયા રોક્યા હોય તેમને આજે એક કરોડ રૂપિયા મળ્યા છે. એક સમયે આ શેરની કિંમત 5 રૂપિયા હતી અને આજે તેનો શેર 590ને પાર થઈ ગયો છે.
શુક્રવારે આ શેરનું સેન્ટિમેન્ટે રેકોર્ડ હોઈ પર પહોંચ્યું હતું. બ્રોકરેજ કંપનીઓનું કહેવું છે કે આગોમી દિવસોમાં આ સ્ટોક ઊંચો જેઈ શકે છે. કંટ્રોલ પ્રિન્ટના શેર શુક્રવારે 1.81 ટકા વધીને રૂપિયા 580.00 પર બંધ થયા હતા. કંટ્રોલ પ્રિન્ટના શેર 23 માર્ચ, 2001ના રોજ માત્ર રૂપિયા 4.57 પર ટ્રેડ થઈ રહ્યા હતા. પરંતુ કંપનીની દમદાર કામગીરીને કારણે સ્ટોક રૂપિયા 580ના સ્તરે પહોંચી ગયો છે. શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન તે રૂપિયા 597 પર પહોંચી ગયો હતો. એટલે કે છેલ્લા 22 વર્ષમાં આ શેમાં 12860 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આ તેજી સાથે, કંટ્રોલ પ્રિન્ટના સ્ટોકે 22 વર્ષમાં રૂપિયા 78,000ના રોકાણને રૂપિયા 1 કરોડથી વધુમાં રૂપાંતરિત કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: હવે રશિયા ભારત પાસેથી રૂપિયામાં પેમેન્ટ સ્વીકારતા ખચકાઈ રહ્યું છે. શું ભારત માટે ચિંતાનો વિષય છે?