Site icon News Continuous Bureau | Mumbai

આ વર્ષે ફટાકડા નહીં પરંતુ ‘સીડ’ બોમ્બ જમીનમાં ફૂટશે, ઉગી નીકળશે છોડ-વેલા અને વૃક્ષો

મુંબઈ

ન્યુઝ કંટીન્યુઝ

Join Our WhatsApp Channel

એક તરફ મુંબઈ શહેરમાં તમામ પ્રકારના ફટાકડા ઓને વેચવાની મનાઈ છે ત્યારે બીજી તરફ મુંબઈ શહેરમાં 'સીડ' બોમ્બ મોટા પ્રમાણમાં વેચાઇ રહ્યા છે.

 

નામ પ્રમાણે આ  'સીડ' બોમ્બ દેખાવમાં ફટાકડા સમાન છે પરંતુ તેની અંદર અલગ-અલગ વૃક્ષ છોડ અને વેલાના બીજ રાખવામાં આવેલા છે. ફુલજર, જમીન ચક્કર, ફુવારા તેમજ અલગ-અલગ પ્રકારના ફટાકડાઓ બનાવવામાં આવ્યા છે.

 

તમામ પ્રકારના ફટાકડા ઓની અલગ-અલગ ખાસિયત છે, દાખલા તરીકે લવિંગીયા ફટાકડા ને છૂટા પાડીને કુંડામાં વાવવાથી તેમાંથી નાના નાના છોડ ઊગે છે તો બીજી તરફ જમીન ચક્કર ની અંદર કાંદાના બી રાખવામાં આવ્યા છે અને તેને સળગાવ્યા બાદ બીજ ને ગરમી મળે છે જેથી તે વહેલા ઊગી નીકળે છે. આ જ રીતે ફુવારા માં ઊંચા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે જે જમીનથી બે મીટર ઊંચા ઊગીને ફુવારાની જેમ નીચા અને વાંકા વળી અને તેમાં પીળા રંગના ફૂલ ઉગી નીકળે.

 

આ રીતે ચાલુ વર્ષે ફટાકડા ના સ્થાને  'સીડ' બોમ્બ બજારમાં વેચાઈ રહ્યા છે. આ ફટાકડાઓ કોઈ ફેક્ટરીમાં ન બનતા હોય તે હાથી બને છે જેની પ્રત્યેક ની કિંમત 40થી 50 રૂપિયા છે.

 

આ સંદર્ભે વધુ જણાવતા અરુંધતી એ જણાવ્યું કે અમે પ્રથમ વખત આ પ્રકારનો પ્રયોગ કર્યો છે જેને અણધારી સફળતા મળી છે. પ્રત્યેક ફટાકડાના અમે ૧૫૦૦ જેટલા નંગ બનાવ્યા હતા અને તમામ વેચાઈ ગયા છે. અમે આશા કરીએ છીએ કે આવનાર વર્ષોમાં લોકો આ પ્રકારના વધુ ફટાકડા ખરીદે.

 

Asia Richest Person Mukesh Ambani મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ગૌતમ અદાણીને પાછળ છોડી ફરી નંબર૧ તાજ મેળવ્યો
Reliance Independence Biscuits Launch હવે બિસ્કિટ સેગમેન્ટમાં ધૂમ મચાવશે રિલાયન્સ આ રાજ્યથી થઈ શરૂઆત, ₹૫ થી ₹૧૨૫ સુધીના પેક્સ સાથે ૨૮ નવી વેરાઇટી લોન્ચ
Nita Isha Ambani Street Shopping નીતા અંબાણી અને ઈશા અંબાણી કર્જતના બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા પૌત્રપૌત્રી આદિયા અને ક્રિષ્ના સાથે દિવાળીની સ્ટ્રીટ શોપિંગ, વીડિયો વાયરલ
UPI Daily Transactions Cross 1 Lakh Crore તહેવારોની ખરીદીથી ડિજિટલ વ્યવહારોમાં તેજી, પ્રતિ દિવસ સરેરાશ ૮૨.૨ કરોડ ટ્રાન્ઝેક્શન સાથે માસિક મૂલ્ય પહેલીવાર ₹૩૦ લાખ કરોડને વટાવી ગયું
Exit mobile version