News Continuous Bureau | Mumbai
Festive season : કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) ( CAIT ) , મહારાષ્ટ્ર રાજ્યના મહાસચિવ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ( Shankar Thakker ) જણાવ્યું હતું કે કોવિડ પછી આ પહેલું વર્ષ છે જ્યારે લોકો મુંબઈ સહિત દેશભરમાં તહેવારોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને બજારોમાં ચહલ પહેલ દેખાવા લાગી છે. કેટ અનુસાર, આ ખરીદીના વલણને ધ્યાનમાં લેતા, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વર્ષની તહેવારની સિઝન દરમિયાન, દેશભરમાં 3 લાખ કરોડ રૂપિયાનો વેપાર ( Trade ) થવાની સંભાવના છે. ગયા વર્ષે આ સિઝનમાં લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો.
કેટ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે આ વખતે રક્ષાબંધનથી દિવાળી તહેવારની સીઝન શરૂ થઈ છે જે 23 નવેમ્બરના રોજ તુલસી વિવાહ સુધી ચાલશે. હાલમાં, 15મી ઓક્ટોબરથી નવરાત્રી, રામલીલા, દશેરા, દુર્ગા પૂજા, કરવા ચોથ, ધન તેરસ, દિવાળી, પાડવો ,ગોવર્ધન પૂજા, ભાઈ બીજ, છઠ પૂજા અને તુલસી વિવાહ સુધી તહેવારોની મોસમ છે અને આ સિઝનમાં, માંગ મુજબ દેશભરના ગ્રાહકો માટે વેપારીઓ ( traders ) એ સામાન બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે મોટી તૈયારીઓ કરી છે.
શંકર ઠક્કરે જણાવ્યું કે આ તહેવારોની સિઝનમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાના બિઝનેસનો અંદાજ ખૂબ જ સરળ છે કારણ કે ભારતમાં બજારોમાં છૂટક વેચાણ માટે લગભગ 60 કરોડ ગ્રાહકો છે અને જો આપણે વ્યક્તિ દીઠ માત્ર 5000 રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવીએ. , તો 3 લાખ કરોડનો આંકડો ખૂબ જ સરળતાથી પોહંચી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : New Civil Hospital: નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ મહારાષ્ટ્રના દર્દીનું થાપાના ગોળાનું ઓપરેશન કરી દસ દિવસમાં ચાલતા કર્યા
ભરતિયા અને ખંડેલવાલે વધુમાં જણાવ્યું હતું કે હવે જ્યારે લોકોએ કોવિડ સંકટને સંપૂર્ણપણે પાછળ છોડી દીધું છે અને તેઓ તેમના જીવન પ્રત્યે ખૂબ જ સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે, ત્યારે તેઓ તહેવારોની મોસમને ઉત્સવ અને સમૃદ્ધિ સાથે ઉજવવા માંગે છે. ઘરગથ્થુ સામાન, ઉપકરણો, ભેટ, કપડાં, જ્વેલરી, ઈમિટેશન જ્વેલરી, વાસણો, સુશોભનની વસ્તુઓ, ફર્નિચર અને ફિક્સર, કિચનવેર, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર અને પેરીફેરલ્સ, ઈલેક્ટ્રીકલ ચીજવસ્તુઓ, મીઠાઈઓ અને ફરસાણ, ફળો,કન્ફેક્શનરીનો સમાવેશ સાથે અન્ય માલસામાનની ખરીદી પર મોટા પ્રમાણમાં ખર્ચ થવાની અપેક્ષા છે.