News Continuous Bureau | Mumbai
TikTok Job ચીની એપ ટિક્ટોક ની પેરન્ટ કંપની ByteDanceએ ભારતમાં નોકરીઓ માટે ભરતી શરૂ કરી છે. કંપનીએ તેના ગુડગાંવ ઓફિસ માટે બે પદો માટે અરજીઓ મંગાવી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે છે. આ ભરતીઓને કારણે ટિક્ટોક ના ભારતમાં પાછા આવવાની અટકળોએ ફરી જોર પકડ્યું છે, જોકે આ મુદ્દે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
કયા પદો માટે ભરતી શરૂ થઈ?
ByteDanceએ લિંકેડીન પર ગુડગાંવ ઓફિસ માટે બે પદો માટે જાહેરાત આપી છે. જેમાં એક ‘કન્ટેન્ટ મોડરેટર’ છે, જેને બંગાળી ભાષાનું જ્ઞાન હોય, અને બીજો ‘વેલબીઇંગ પાર્ટનરશીપ અને ઓપરેશન્સ લીડ’નો છે. આ ભરતી 29 ઓગસ્ટ, 2025ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ત્રણ દિવસની અંદર જ 100 થી વધુ લોકોએ તેના માટે અરજી કરી દીધી છે. આ ભરતીને કારણે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર ટિકટોક પરથી પ્રતિબંધ હટાવવા વિશે વિચારી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai: બાપ્પા ની ભક્તિ માં લિન જોવા મળી ઐશ્વર્યા રાય, દીકરી આરાધ્યા સાથે લીધી ગણપતિ પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો
TikTok પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો?
TikTok Job વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે વધતા ભૂ-રાજકીય તણાવને કારણે ટિક્ટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સુરક્ષા અને પ્રાઈવસી જાળવવાનો હતો. સરકારે આ એપને ડેટા સુરક્ષા માટે જોખમી ગણી હતી. ટિક્ટોક સાથે ભારતમાં તે સમયે અન્ય ઘણી ચીની એપ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
શું ટિકટોક ખરેખર ભારતમાં પાછું આવી રહ્યું છે?
આ ભરતીને કારણે ભલે લોકોમાં આશા જાગી હોય, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ સમાચારને નકારી કાઢ્યા છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ટિક્ટોક ના ભારતમાં પાછા આવવા ના સમાચાર ખોટા છે. વધુમાં, ભલે કંપનીની વેબસાઈટ ભારતમાં ફરીથી ખુલી હોય, પણ આ એપ હજુ પણ ગુગલ સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી.