ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
18 સપ્ટેમ્બર 2020
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દિવસેને દિવસે વધુ અત્યાધુનિક બનતી જાય છે. દસ હજારથી વધુ રકમના ઉપાડ માટે ઓટીપી સિસ્ટમ લાગુ કર્યા બાદ હવે ડેબિટ કાર્ડ ના સ્થાને ડેબિટ વોચ એટલે કે કાંડા ઘડિયાળ લાવવા જઇ રહી છે.
કંપનીએ આ કામ માટે ટાઇટન ઘડિયાળ કંપની સાથે કરાર કરી લીધા છે. જે મુજબ ૩૦૦૦ થી ૬૦૦૦ રૂપિયા ની કિંમતમાં ડેબિટ કાર્ડ જેવી ડેબિટ ઘડિયાળ મળશે. આ ઘડિયાળ ની ખાસિયત એ હશે કે પેમેન્ટ કરતી વખતે ડેબિટ કાર્ડ ના સ્થાને માત્ર ઘડિયાળ નો આગળ નો ભાગ વેચાણ પોઈન્ટ ઉપર દેખાડવાનો રહેશે. આ ભાગ મશીન ની સામે દેખાડતા ની સાથે જ બેંકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થઇ જશે. આ માટે પીન નાખ્યા વગર 2000 રૂપિયા સુધી ખર્ચ કરી શકાશે. જ્યારે કે તેનાથી વધુ રૂપિયાના ચૂકવવા માટે પીન નાંખવું ફરજીયાત રહેશે. લોકોને સ્ટાઇલિશ લાગે તે માટે અલગ-અલગ લૂકની ઘડિયાળો લોન્ચ કરવામાં આવશે.
એટલે હવે ફેશનની સાથે ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન પણ થઈ શકશે.
