News Continuous Bureau|Mumbai.
સહકારી પેઢીના ડાયરેક્ટર(director in co-operative bank ) બનવું હોય તો હવે સંબંધિત લોકોને સંસ્થામાં અમુક રકમ ફિક્સ ડિપોઝીટ (FD) તરીકે મુકવી ફરજીયાત રહેશે. પતપેઢીના કામકાજ સાથે કોઈ સંબંધ નહીં ધરાવતી વ્યક્તિઓ પણ પેઢીની ચૂંટણી(election)માં ઊભા રહીને જીતી જતા હોય છે. તેથી તેના પર નિયંત્રણ લાવવા માટે હવે કો-ઓપરેટીવ વિભાગે કમર કસી છે. તેથી હવેથી પતપેઢીઓમાં અમુક રકમ ફિક્સ ડિપોઝિટ(Fixed depoite) તરીકે મુકનારા સભ્યોને જ ચૂંટણી લડવા મળશે. તેનાથી રાજ્યની તમામ પતપેઢીઓ, કો-ઓપરેટીવ બેંકોને તેમના નિયમોમાં ફેરફાર કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 18,000થી વધુ નાગરી અને ગ્રામીણ પેતપેઢીઓ હોઈ તેના લાખો સભ્યો છે. સંસ્થાના સંચાલક મંડળોની ચૂંટણી દર પાંચ વર્ષે થતી હોય છે. તે માટે અનેક ઉત્સાહીઓ મેદાનમાં ઉતરતા હોય છે. તેમાંથી અનેક ઉમેદવારોને સંસ્થાના કારભાર સાથે કંઈ નિસ્બત હોતી નથી. તેથી તેની અસર સંસ્થાના કામકાજને પડે છે. તેથી તેની નોંધ લઈને જે સભાસદોને સંસ્થામાં ફિક્સ ડિપોઝિટ છે, તેને જ ચૂંટણી લડવાની મંજૂરી આપવી એવો આદેશ કો-ઓપરેટીવ સંસ્થાને લીધો છે. તેમ જ તે રકમ સંબંધિત વ્યક્તિ જ્યાં સુધી ડાયરેકટર તરીકે હશે ત્યાં સુધી તે કાઢી શકશે નહીં.