News Continuous Bureau | Mumbai
શેર માર્કેટમાં ટ્રેડિંગ કરનારા માટે મહત્વના સમાચાર છે. શેરની લે-વેચ કરવા ડિમેટ એકાઉન્ટ જરૂરી છે. જો ડિમેટ એકાઉન્ટમાં નોમિની નથી બનાવ્યું તો 31 માર્ચ, 2022 પહેલા ડિમેટ એકાઉન્ટમાં નોમિની જાહેર કરી લેજો અને જો કોઈને નોમિની નથી બનાવવું તો opt Out Nomination ફોર્મ ભરી દેજો. અન્યથા 31 માર્ચ 2022 બાદ ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ઈન એક્ટિવ થઈ જશે.
SEBIના આદેશ બાદ પહેલી ઓક્ટોબર 2021 બાદ તમામ ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ માટે નોમિની જાહેર કરવા આવશ્યક છે અને કોઈ નોમિની જાહેર ન કરવા હોય તો opt Out Nomination ફોર્મ ભરવું આવશ્યક છે. તો જ તમે ડિમેટ અકાઉન્ટ ખોલી શકો છે. SEBIએ તેની માટે ફોર્મ પણ બહાર પાડ્યા હતા. પરંતુ જે લોકોએ તે પહેલા એકાઉન્ટ ખોલ્યા હતા, અથવા નોમિની કે પછી opt Out Nominationનો વિકલ્પ પસંદ નથી કર્યો તેમની માટે 31 માર્ચ 2022ની મુદત આપવામાં આવી છે. નોમિનેશન અને ડિક્લેરેશન ફોર્મ પર સિગ્નેચર આવશ્યક છે. કોઈ વિટનેસની આવશ્યકતા નથી.
આ સમાચાર પણ વાંચો : ગ્રાહક કૃપયા ધ્યાન દે… છેતરપિંડી રોકવા SBIના ગ્રાહકોને ATMમાંથી કેશ કાઢવા માટે આ કરવું પડશે, અન્યથા પૈસા કાઢી શકાશે નહીં; જાણો વિગતે
નવા નિયમ મુજબ ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટ હોલ્ડરને જણાવવું પડશે કે તેના મૃત્યુ બાદ ખાતમાં પડેલા શેર કોના નામ પર કરવામાં આવે. નોમિનીનું નામ પછી બદલવાનો વિકલ્પ છે. ત્રણ લકોને ડિમેટ એકાઉન્ટમાં નોમિની કરી શકાશે. જો બેને નોમિની કરવા હોય તો બંનેને કેટલા શેર આપવા છે તે જાહેર કરવાનું રહેશે.