ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 માર્ચ 2021
દર વર્ષે માર્ચ મહિનામાં કે મુંબઈગરાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે, તે ફળોના રાજા નું આગમન થઈ ચૂક્યું છે. પણ કેરીના રસિયાઓ એ થોડીક ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, કેરી ખરીદતી વખતે ચકાસણી કરવી જરૂરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમુક કેરીના વેપારીઓ હાથચાલાકી કરીને રત્નાગીરી હાફૂસ ના નામે પેટીમાં થોડીક બેંગ્લોરથી આવેલી કેરી નાખી ને વેચે છે. અમુક ઉત્પાદકો નો આરોપ છે કે કેરી ના વેપારીઓ રત્નાગીરી થી રદ્દી પેપર કર્ણાટક લઈ જાય છે અને કેરીનું તેમાં પેકિંગ કરે છે અને તેને રત્નાગીરી પ્યોર હાઉસના નામે વેચે પણ છે.
આ વર્ષે હવામાનમાં આવેલા બદલાવને કારણે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે તે છતાં આજની તારીખમાં વાશી ફ્રુટ માર્કેટમાં રોજની 15 થી 20 હજાર જેટલી પ્યોર હાઉસ ની પેટીઓ ઉતરે છે.
કેરીના ઉત્પાદકોએ કેરી રસિયાઓને ચેતવી ને કહ્યું છે કે રત્નાગીરી હાફૂસ અંદરથી કેસરી કલરની અને તેની છાલ પાતળી હોય છે.જ્યારે બીજા રાજ્યોની કેરી બહારથી લીલા રંગની, આકારમાં ઊભી અને થોડીક જ રસાળ હોય છે.માટે કેરી ખાવ પણ થોડીક સાવધાનીથી.