ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
ઓટો સેક્ટરનું માર્કેટ બદલાઈ રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ઓટો કંપનીઓ ઇલેક્ટ્રિક કાર પર ફોકસ વધારી રહી છે. આ માટે જંગી રોકાણ પણ કરવામાં આવી રહ્યું છે. તે સ્વાભાવિક છે કે ઈલેક્ટ્રિક વાહનની સફળતા માટે સમગ્ર દેશમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક બનાવવું પડશે. આવી સ્થિતિમાં, ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ ક્રાંતિ શરૂ થઈ છે. ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકાર દ્વારા હજારો કરોડના પ્રોત્સાહનની પણ જાહેરાત કરવામાં આવી છે. આ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે જે કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો બનાવશે અથવા ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે.
ઇલેક્ટ્રિક વાહનની સફળતા માટે બે મૂળભૂત મંત્રો છે. પ્રથમ લિથિયમ આયર્ન બેટરી અને બીજું ચાર્જિંગ પોઈન્ટ. એક રિપોર્ટ અનુસાર, આગામી પાંચ વર્ષમાં લગભગ ૩૦ બિલિયન ડોલરનું રોકાણ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનમાં કરવામાં આવશે. આ ક્ષેત્ર ૨૦૨૦-૨૦૨૭ વચ્ચે વાર્ષિક ૪૦ ટકા (ઝ્રછય્ઇ)ના દરે વૃદ્ધિ પામશે. સરકાર આગામી પાંચ વર્ષમાં દેશમાં ૭૦,૦૦૦ ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની યોજના પર પણ કામ કરી રહી છે. ઘણી લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ આ ક્ષેત્રમાં ઝડપથી ફેલાઈ રહી છે.
TATA મોટર્સ ઇલેક્ટ્રિક વાહનોની દિશામાં ખૂબ જ આગળ છે. ત્યારે ટાટા પાવર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં કામ કરી રહી છે. તે ભારતની સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ પાવર કંપની છે. ટાટા પાવર વિશે વાત કરીએ તો, તે દરેક સેગમેન્ટમાં ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આમાં હોમ ચાર્જિંગ, પબ્લિક ચાર્જિંગ, વર્કપ્લેસ ચાર્જિંગ અને કેપ્ટિવ ચાર્જિંગનો સમાવેશ થાય છે.
ટાટા પાવરે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. જેમાં ટાટા મોટર્સ, ટીવીએસ મોટર, એમજી મોટર, જગુઆર અને લેન્ડ રોવર જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ સિવાય કંપનીએ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર સાથે પણ જોડાણ કર્યું છે. તેની મદદથી તેના ચાર્જિંગ સ્ટેશનો પર તમામ પ્રકારની ચાર્જિંગ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
ભારતની સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ કંપની ઇન્ડિયન ઓઇલે તેના 10,000 પેટ્રોલ પંપ પર ઇવી ચાર્જિંગ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ લક્ષ્ય આગામી 3 વર્ષ માટે છે. ઇન્ડિયન ઓઇલે ઇલેક્ટ્રિક વાહન નિર્માતાઓ અને પાવર કંપનીઓ સાથે પણ જોડાણ કર્યું છે. જેમાં હ્યુન્ડાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓલા, એનટીપીસી અને ટાટા પાવર જેવી કંપનીઓ સામેલ છે. હાલમાં, ઈન્ડિયન ઓઈલ દ્વારા દેશભરમાં 448 EV ચાર્જિંગ સ્ટેશન અને 30 બેટરી સ્વેપિંગ સ્ટેશન સ્થાપવામાં આવ્યા છે.
બદલાતા સમયમાં કંપની પોતાના માટે નવી સંભાવનાઓ શોધી રહી છે જેથી માર્કેટમાં તેની હાજરી અને વર્ચસ્વ જળવાઈ રહે. ઝીરો એમિશન ઇલેક્ટ્રિક મિશન હેઠળ, કંપનીએ ઘણી વિદેશી કંપનીઓ સાથે પણ જોડાણ કર્યું છે. તાજેતરમાં, કંપનીએ ગ્રીન એનર્જી બિઝનેસમાં પોતાનું સ્થાન નોંધાવવા માટે ઇઝરાયેલની કંપની ફિનર્જી અને સન મોબિલિટી સાથે જાેડાણ કર્યું હતું. આ સિવાય કંપની સ્વચ્છ ઉર્જા ઉત્પાદન માટે સોલિડ ઓક્સાઈડ ફ્યુઅલ સેલ ટેક્નોલોજી પર પણ કામ કરી રહી છે.
એબીબી ઈન્ડિયા ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર ઇક્વિપમેન્ટ ઉત્પાદક કંપની છે. તેનો બિઝનેસ ચાર સેગમેન્ટમાં ફેલાયેલો છે. તેમાં ઇલેક્ટ્રિફિકેશન, રોબોટિક્સ અને ઓટોમેશન, મોશન અને પ્રોસેસ ઓટોમેશનનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિફિકેશન બિઝનેસ હેઠળ, કંપની પાવર ઉદ્યોગ માટે ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આ કંપની ઉચ્ચ ગુણવત્તાવાળા એસી ચાર્જર અને ઝડપી ચાર્જિંગ ડીસી ચાર્જરની સુવિધા પૂરી પાડે છે.
એબીબીએ વિશ્વમાં સૌથી ઝડપી ઇલેક્ટ્રિક વાહન ચાર્જર વિકસાવ્યું છે. તે ૩ મિનિટની અંદર ૧૦૦ કિમી સુધી જરૂરી ચાર્જિંગ ક્ષમતા પ્રદાન કરવામાં સફળ છે. કંપની વિવિધ દેશોમાં Terra ૩૬૦ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
રિલાયન્સ પેટ્રોલિયમ ભારતની બીજી સૌથી મોટી રિફાઈનરી કંપની છે. રિલાયન્સની પેટાકંપની Jioએ બ્રિટિશ કંપની સાથે મળીને ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે Jio-BPની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કામાં Jio-BP એકસાથે દિલ્હી-NCRને આવરી લેશે. દરેક ચાર્જિંગ સ્ટેશન એકસાથે 30 કાર ચાર્જ કરી શકે છે. મુંબઈમાં મલ્ટીપલ ફ્યુઅલિંગ બિઝનેસ શરૂ થઈ ચૂક્યો છે.
કંપનીએ EV ઈન્ફ્રા માટે BluSmart સાથે પણ જોડાણ કર્યું છે. આ સિવાય તેણે મહિન્દ્રા ગ્રુપ સાથે પણ જોડાણ કર્યું છે. હાલમાં 1400 પેટ્રોલ પંપ રિલાયન્સના નેટવર્ક હેઠળ આવે છે. આગામી પાંચ વર્ષમાં તેની સંખ્યા વધારીને 5500 કરવાની છે. રિલાયન્સના પેટ્રોલ પંપમાં મલ્ટિપલ ફ્યુલિંગની સુવિધા હશે. તેમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ પણ હશે.