ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર, 2021
શનિવાર.
ઈ-કોમર્સ કંપનીઓ માટેના નિતી-નિયમોને, પોલિસીને અમલમાં મૂકવામાં સરકારી અધિકારીઓ વિલંબ કરી રહ્યા છે. તેને પગલે તહેવારોમાં વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ બજારમાં કબ્જો જમાવી રહી છે. ભવિષ્યમાં પૂરી બજાર પર કબજો કરી લેશે. તે અગાઉ જ તેમના પર નિયંત્રણો લાદો અને પોલિસીને અમલમાં લાવો એવી માગણી દેશભરના કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ સાથે સંકળાયેલા વેપારીઓ કરી રહ્યા છે. આ માગણી સાથે શુક્રવારે કેટ સાથે સંકળાયેલા વેપારીઓએ દેશના તમામ રાજયોના લગભગ 3450થી વધુ વિધાનસભ્યો અને લોકસભા અને રાજય સભાના 550થી વધુ સભ્યોને પત્ર આપ્યો હોવાનું કેટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું.
શરમ કરો મહાનગર પાલિકા,દોઢ કરોડ વસ્તી સામે માત્ર 200 હૉસ્પિટલ; જાણો વિગત
પત્રમાં કેન્દ્ર સરકારની એફડીઆઈની પોલીસીમાં રહેલી અનેક વિસંગતીઓને દૂર કરવાની માગણી પણ કરવામાં આવી હતી. ઈ-કોમર્સ બિઝનેસને લગતી પોલિસીને તુરંત અલમમાં લાવવી જેથી વિદેશી કંપનીઓની દાદાગીરી અને તેઓ દ્વારા નિયમોનું ભંગ કરવાનું બંધ થાય. આ કંપનીઓ દેશના રિટેલ વ્યવસાય પર કબજો કરીને દેશને આર્થિક ગુલામ બનાવવા માગી રહ્યા છે એવી ફરિયાદ પણ વેપારીઓ દ્વારા આ પત્રમાં કરવામાં આવી છે.