News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકાર(Central Government) તરફથી તમામ નોન બ્રાન્ડેડ વસ્તુઓમાં(Non-branded items) પાંચ કિલોથી 25 કિલો સુધીની પેકિંગ પર ઉપર 5% GST વસૂલવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. સરકારના આ નિર્ણયથી મોંઘવારી વધવાની સાથે જ નાના વેપારીઓના ધંધાને પણ મોટો ફટકો પડશે એવી નારાજગી વેપારી(Traders) સમુદાયે વ્યક્ત કરી છે. સરકારના આ નિર્ણયથી વેપારી સમાજ જ નહીં પણ સામાન્ય નાગરિકોને પણ સહન કરવું પડવાનું છે, તેથી આ નિર્ણય પાછો ખેંચવાની માગણી વેપારી સમુદાય તરફથી કરવામાં આવી રહી છે. સરકારના આ નિર્ણય સામે વેપારી સમુદાયની(traders union) સાથે જ ગ્રાહક સંગઠનોએ(Consumer organizations) પણ વિરોધ કરવાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે.
ધ ગ્રેન(The Grain), રાઈસ એન્ડ ઓઈલ સીડ્સ મરચન્ટ અસોસિયેશના(Rice and Oil Seeds Merchant Association) માનદ મંત્રી ભીમજી ભાનુશાલીએ(Bhimji Bhanushali) ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે જો સરકાર 5% GST વસૂલ કરવાની યોજના અમલમાં લાવશે તો ભૂતકાળમાં સામનો નહીં કરેલી તમામ તકલીફનો સામનો વેપારી વર્ગે જ નહીં પણ સામાન્ય નાગરિકોને પણ કરવો પડશે. દેશભરની બજારમાં અપૂરતી વ્યવસ્થા તેમ જ નાના મોટા દરેક વેપારીઓને બેરોજગારીની(Unemployment ) ખાપરમાં હોમી દેશે. સરકારે આ નિર્ણય મોટી કોર્પોરેટ કંપનીઓના(corporate companies) હિતને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જણાય છે. એ.પી.એમ.સી માર્કેટમાં(APMC market) અંદાજે 3% માલ બ્રાન્ડેડ વેચાતો હતો. બાકીનો 97% માલમાં નાની-મોટી નોન બ્રાન્ડેડ વસ્તુઓ(Non-branded items) વેચાતી હતી. જેથી આ કાયદાની અસર આમ જનતા દ્વારા ખરીદાતા 97% માલને થશે.
આ સમાચાર પણ વાંચો : રિલાયન્સની કમાન નવી જનરેશનના હાથમાં-રિલાયન્સ રિટેલના નવા બોસ હશે અંબાણી પરિવારના આ સભ્ય-જાણો વિગત
ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે સરકારે વેપારી એસોસિયેશનની(Merchant Association) પ્રતિનિધીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તેમને વિશ્ર્વાસમાં લીધા બાદ કાયદામાં સુધારો કરવો જોઈ. પરંતુ સરકાર તરફથી વેપારી તરફ ઓરમાયુ વર્તન રાખવામાં આવી રહ્યું છે. સરકાર સામે વેપારીઓ અને ગ્રાહક સંગઠનો જોરદાર વિરોધ દર્શાવાની તૈયારીમાં છે. જો સરકાર તરફથી વેપારીઓની ઉપેક્ષા કરી આ પ્રસ્તાવિત યોજનાનો અમલ કરવામાં આવશે તો તેનાથી નાના વેપારીઓ મૃત્યુઘંટ વાગી જશે. વેપારીઓની સાથે જ સામાન્ય જનતાને પણ દેશ-વિદેશની મોટી કોર્પોરેટ કંપનીનો મોંઘા ભાવની વસ્તુઓ ખરીદવાની નોબત આવશે. તેથી સરકારે આ નિર્ણય પર ફરી વિચાર કરવો જોઈએ.