ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલ દ્વારા કપડાં અને ફૂટવેર પર લાગુ કરવામાં આવેલા 12 ટકા GSTનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. બુધવારે મુંબઈ સહિત દેશભરના વેપારીઓ કપડાં અને ફૂટવેર પર લાગુ કરાયેલા GSTને પાછો ખેંચવાની તેમ જ ઈ-કોમર્સ કંપની એમેઝોન સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માગણી સાથે આંદોલન કરવાના છે. આ આંદોલનની જાહેરાત દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી સંસ્થા કોન્ફડેરશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT) દ્વારા કરવામાં આવી છે.
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ રોટી, કપડા અને મકાન માણસની મૂળભૂત જરૂરિયાત છે. રોટી પહેલાથી જ મોંધી છે. મકાન બનાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે અને હવે સરકારે કપડા તથા તેનાથી જોડાયેલા તમામ કાર્યો પર 12 ટકા GST લગાવીને નાના વેપારીઓની કમર તોડી નાખવાનું કામ કર્યું છે. કોરોના મહામારી બાદ માંડ માંડ વેપારીઓની ગાડી પાટે ચઢી રહી છે. તેમાં હવે 12 ટકા GST લાગુ કરવાથી નાના વેપારીઓના ધંધા પર તેની અસર પડશે. તેથી મુંબઈ સહિત દેશભરના ટેક્સટાઈલ વેપારી સંગઠનોની સાથે વેપારીઓ સરકારના આ નિર્ણય વિરુદ્ધ તેમ જ એમેઝોન વિરુદ્ધ બુધવારે આંદોલન કરવાના છે.
મુંબઈમાં શાળાઓ ક્યારથી ખુલશે? કોવિડ ટાસ્ક ફોર્સે આ કામ થયા પછી જ સ્કૂલ શરૂ કરવાની આપી સલાહ
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ નાર્કોટિક્સે ફક્ત શંકાને આધારે આર્યન ખાનને પકડીને 23 દિવસ જેલમાં રાખ્યો હતો. તેની સામે એમેઝોન સામે પૂરતા પુરાવા છે. મધ્ય પ્રદેશ પોલીસે ત્યાંથી ગાંજો પકડાયા બાદ એમેઝોનના પદાધિકારીઓને પણ આરોપી બનાવ્યા છે. તેથી એમેઝોનના સંબંધિત અધિકારોની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. તેમ જ પુલવામાના પ્રકરણમાં એમેઝોન સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. દેશમાં કાયદો તમામ લોકો માટે સમાન હોવો જોઈએ. તેની સામે જો અત્યારે દેશનો કોઈ વેપારી હોત તો તેને બહુ પહેલા જ જેલમાં નાખી દીધો હોત. આટલો ગંભીર ગુનો કર્યો હોવા છતાં એમેઝોનના કોઈ અધિકારી સામે ગુનો નોંધવામાં આવ્યો નથી.