News Continuous Bureau | Mumbai
મોબાઈલ રિચાર્જમા હવે કંપનીઓની મનમાની નહિ ચાલે. ગ્રાહકોને 28 દિવસે બદલે હવે પૂરા 30 દિવસનું રિચાર્જ આપવું પડશે એવો આદેશ રિચાર્જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ મોબાઇલ કંપનીઓને આપ્યો છે.
રિચાર્જ કરવામાં 30 દિવસના પૈસા લઈને 28 દિવસની વેલિડિટી આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારી કંપનીઓને કેન્દ્ર સરકારે તગડો ઝટકો આપ્યો છે.
સરકારે આદેશ બહાર પાડીને તમામ મોબાઈલ કંપનીઓને બે મહિનાની અંદર ગ્રાહકોને 30 દિવસની વેલિડિટીવાળો પ્લાન આપવાનું જણાવી દીધું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ટ્રાઈ)એ ટેલિફોન કંપનીઓ પર મોટી કાર્યવાહી કરી છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓ માટે એક નવો આદેશ જાહેર કર્યો છે. તે મુજબ કંપનીઓને ઓછામાં ઓછો એક એવો પ્લાન રાખવો પડશે જે આખો મહિનો માન્ય હોય.
આ સમાચાર પણ વાંચો : નવા નાણાકીય વર્ષ સાથે નવા નિયમો, આજથી ક્રિપ્ટો ટેક્સ અમલમાં, હવે રોકાણકારોએ ભરવો પડશે આટલા ટકા ટેક્સ
ટ્રાઈના આદેશ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુબ ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછો એક પ્લાન સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક સ્પેશિયલ રિચાર્જ પ્લાન આખો મહિનો વેલિડિટી સાથે રાખવો પડશે. જો આ તારીખ આગામી મહિનામાં ન આવે તો આગામી મહિનાની છેલ્લી તારીખે રિચાર્જ કરાવવું પડશે. કંપનીઓએ તેનો અમલ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પહેલી જૂન, 2022થી એક મહિનાનો પ્લાન જરૂરી હશે.