News Continuous Bureau | Mumbai
ટ્વિટરમાં (Twitter) અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું. ટ્વિટરના નવા માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) કંપનીમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે ટ્વિટરે કર્મચારીઓને કહ્યું છે કે કંપનીની તમામ ઓફિસો અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે અને બેજ એક્સેસ પણ 21 નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે મસ્કના નવા આદેશ બાદ સેંકડો કર્મચારીઓએ (Employees) ટ્વિટરમાંથી રાજીનામું (Resignation) આપી દીધું છે. વાસ્તવમાં, એલોન મસ્કે તાજેતરમાં ટ્વિટર કર્મચારીઓને 12 કલાક કામ, રજા નહીં, ઘરેથી કામ સમાપ્ત જેવા ઘણા નિયમો વિશે એક ઇમેઇલ મોકલ્યો હતો. આ આદેશ બાદ મોટી સંખ્યામાં કર્મચારીઓએ ટ્વિટર છોડી દીધું હતું. મસ્કે ઈમેલમાં એમ પણ કહ્યું હતું કે ટ્વિટરને 2.0 બનાવવા માટે દરેક કર્મચારીએ સખત મહેનત કરવી પડશે. લાંબા સમય સુધી કામ કરવું પડશે. કર્મચારીઓએ કલાકો સુધી મહેનત કરવી જોઈએ અથવા ત્રણ મહિનાનો પગાર લઈને કંપની છોડી દેવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો: કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..
મીડિયા રિપોર્ટ મુજબ ઈમેલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ 17 નવેમ્બર, ગુરુવાર સુધીમાં સહી નહીં કરે તેઓ ત્રણ મહિનાનો ફરજિયાત પગાર લઈને કંપની છોડી શકે છે. ઘણા કર્મચારીઓએ છોડવાનું નક્કી કર્યા પછી તરત જ, ટ્વિટરે બીજો ઈમેલ મોકલ્યો જેમાં જણાવ્યું હતું કે કંપની અસ્થાયી રૂપે તમામ ઓફિસો બંધ કરી રહી છે અને 21 નવેમ્બર સુધી બેજ એક્સેસ સસ્પેન્ડ કરી રહી છે.
મસ્કના ટ્વિટરના સંપાદન પહેલાં, કંપનીમાં લગભગ 7500 કર્મચારીઓ હતા, પરંતુ મોટા પાયે છટણી બાદ કર્મચારીઓની સંખ્યા હવે લગભગ 50 ટકા થઈ ગઈ છે. આ સિવાય મોટી સંખ્યામાં કર્મચારીઓ કંપની છોડવાને કારણે કર્મચારીઓની સંખ્યામાં વધુ ઘટાડો થયો છે. જોકે રાજીનામું આપનારા ટ્વિટર કર્મચારીઓનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી, પરંતુ કહેવાય છે કે આ સંખ્યા સેંકડોમાં છે. કંપની સાથે 10 વર્ષથી વધુ સમય વિતાવનારા કેટલાક ખૂબ જૂના, વિશ્વાસુ કર્મચારીઓએ પણ રાજીનામું આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો: દુઃખદ… મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો ભયંકર અકસ્માત, કાર અથડાતા એક જ પરિવારના આટલા સભ્યોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત
Join Our WhatsApp Community