ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
દેશભરના વેપારી સંસ્થાનું નેતૃત્વ કરતી (CAIT) ના નેજા હેઠળ આજથી બે દિવસ નેશનલ બિઝનેસ કોન્ફરન્સનું પાટનગર દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે કરવામાં આવવાનું છે. આ બિઝનેસ કોન્ફરન્સમાં ફૂડ સેફ્ટી કાયદો, વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની દાદાગીરી તથા GST કાયદામાં રહેલી અડચણો જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવવાની છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) મહારાષ્ટ્રના વાઇસ પ્રેસિડેન્ટ અને થાણે ડિસ્ટ્રિક્ટ હોલસેલર્સ વેલ્ફેર ફેડરેશનના પ્રમુખ શ્રી સુરેશ ભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ CAITનું નેશનલ બિઝનેસ કાઉન્સિલ 23 અને 24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. કોન્ફરન્સનુ ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી શ્રી. સ્મૃતિ ઈરાની કરશે. બે દિવસીય કોન્ફરન્સમાં GST, નવો ખાદ્ય સુરક્ષા કાયદો, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, હોલમાર્ક કાયદો, ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ભારતીય વ્યાપાર નિયમોના ઉલ્લંઘન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રેસ રિલીઝ મુજબ દેશના દરેક નાના-મોટા ગામમાં સ્થાયી થયેલા વેપારી અનેક પેઢીઓથી પોતાનો વ્યવસાય ચલાવીને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બની રહ્યા છે અને મોટા પાયે રોજગાર સર્જનનો મુખ્ય સ્ત્રોત છે. વેપારી સમુદાય પણ સંકટ સમયે પોતાની જવાબદારીઓ નિભાવે છે. વર્ષોથી સરકારને કર ચૂકવો રાજ્યોની પ્રગતિમાં ભાગીદારીનો આધાર રહ્યો છે. હવે સરકારે પરંપરાગત વ્યાપારનું પૂરતું રક્ષણ, કાયદાની સરળતા, વ્યાપારી જટિલતાઓને દૂર કરવા, ભારતીય કાયદા મુજબ ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા વ્યાપાર સાહસોના અમલીકરણ જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું પડશે. દિલ્હીમાં યોજાઈ રહેલી બે દિવસીય આ કોન્ફરન્સ CAIT વ્યાપારી હિતો માટેની વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરશે.