Site icon

ખુશખબર / બજેટમાં સ્ટાર્ટઅપ માટે આ જાહેરાત કરશે સરકાર! નવા બિઝનેસ કરનારાઓને મળશે પ્રોત્સાહન

સામાન્ય બજેટમાં PLI યોજના હેઠળ કેટલાક અન્ય ક્ષેત્રો માટે નાણાકીય પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરવામાં આવી શકે છે.

Union Budget 2023: Here’s what start-ups are expecting amid rising uncertainty

ખુશખબર / બજેટમાં સ્ટાર્ટઅપ માટે આ જાહેરાત કરશે સરકાર! નવા બિઝનેસ કરનારાઓને મળશે પ્રોત્સાહન

News Continuous Bureau | Mumbai

Budget 2023: નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે. સમગ્ર દેશને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. દરેક ક્ષેત્રના લોકોની અલગ અલગ અપેક્ષાઓ હોય છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટમાં કેન્દ્ર સરકાર સ્ટાર્ટઅપ્સ (Startup) માટે ઘણી ખાસ જાહેરાત કરી શકે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેટલાક સેક્ટર્સમાં ઈન્વર્ટિંગ ફી સ્ટ્રક્ચર એટલે તૈયાર ઉત્પાદનની સરખામણીએ કાચા માલ પર વધુ ફીના મુદ્દાના સમાધાનની પણ જાહેરાત કરી શકે છે. સરકાર ના મુદ્દાના ઉકેલની પણ જાહેરાત કરી શકે છે, એટલે કે કેટલાક ક્ષેત્રોમાં તૈયાર ઉત્પાદનો કરતાં કાચા માલ પર વધુ ડ્યુટી.

Join Our WhatsApp Community

થઈ શકે છે પીએલઆઈની જાહેરાત

સામાન્ય બજેટમાં PLI યોજના હેઠળ કેટલાક અન્ય ક્ષેત્રો માટે નાણાકીય પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સિવાય સરકાર પ્રધાનમંત્રી ગતિ શક્તિ પહેલ હેઠળ રચાયેલા નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ (NPG) પાસેથી મંજૂર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ભંડોળ બહાર પાડવા પર પણ વિચાર કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  રોકાણની તૈયારી / આ મોટી વિદેશી કંપનીમાં થશે રિલાયન્સની ભાગેદારી! મુકેશ અંબાણીનો આ છે મેગાપ્લાન

2016 માં શરૂ થઈ સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ

લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 13 ઓક્ટોબરે ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરી હતી. દેશમાં મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે જાન્યુઆરી 2016 માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી.

સ્ટાર્ટઅપને કરશે પ્રોત્સાહિત

દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સરકારે પહેલાથી જ ઘણા પગલાં લીધાં છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ હેઠળ બિઝનેસના વિવિધ સ્તરે સ્ટાર્ટઅપ્સને મૂડી પૂરી ઉપલબ્ધ કરાવવા માટે ‘ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ’ (FFS) સ્કીમ, સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS) અને ક્રેડિટ ગેરંટી સ્કીમ ઓફ સ્ટાર્ટઅપ્સ (CGSS) લાગુ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  ખુશખબર / હવે ફક્ત 1199 રૂપિયામાં કરો હવાઈ સફર, સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ માટે ઓફર શરૂ

 

Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version