News Continuous Bureau | Mumbai
Upcoming IPO: દેશમાં લોકસભા ચૂંટણી બાદ આઈપીઓની ગતિમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષના પ્રથમ છ મહિનામાં લગભગ 35 કંપનીઓના IPO બજારમાં ( Stock Market ) આવ્યા છે. તેના દ્વારા કંપનીઓએ બજારમાંથી લગભગ 32 હજાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જો કે 8 જુલાઈ, સોમવારથી શરૂ થતું સપ્તાહ થોડું શાંતિમય રહેવાનું છે. મેઇનબોર્ડ સેગમેન્ટમાં કોઇ આઇપીઓ આવતો નથી. જોકે આ સપ્તાહે એસએમઇ આઇપીઓ ( SME IPO ) ખુલવાનો છે. આ સિવાય ઘણા આઈપીઓનું સબ્સક્રિપ્શન ચાલુ રહેશે. તેમજ અનેક આઈપીઓના લિસ્ટિંગને કારણે બજાર ગૂંજતું રહેશે. આ સપ્તાહે આઈપીઓ સેગ્મેન્ટની ચાલ પર એક નજર કરીએ. જે આ પ્રમાણે રહેશે..
Sahaj Solar IPO: આ કંપનીનો આઈપીઓ 11 જુલાઈએ સબ્સક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યો છે. તેમાં 15 જુલાઈ સુધી રોકાણ કરી શકો છો. ૫૨.૫૬ કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ૧૭૧ થી ૧૮૦ રૂપિયા પ્રતિ શેર વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓમાં કંપની 29.2 લાખ નવા ઈક્વિટી શેર જારી કરવા જઈ રહી છે.
Ambey Laboratories IPO: આ કંપનીનો આઈપીઓ 4 જુલાઈએ સબ્સક્રિપ્શન ( IPO Subscription ) માટે ખુલ્યો હતો, જે 8 જુલાઈએ બંધ થવાનો છે. 44.68 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 65 રૂપિયાથી 68 રૂપિયાની વચ્ચે રાખવામાં આવ્યો છે. આ આઈપીઓમાં કંપની 62.58 લાખ નવા ઇક્વિટી શેર ( Equity share ) જારી કરવા જઈ રહી છે. સાથે જ 3.12 લાખ શેરના વેચાણ માટે ઓફર પણ મળશે.
Ganesh Green Bharat IPO: આ કંપનીનો આઈપીઓ 5 જુલાઈએ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો, જે 9 જુલાઈએ બંધ થશે. ૧૨૫.૨૩ કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ૧૮૧ થી ૧૯૦ રૂપિયા પ્રતિ શેરની વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓમાં કંપની 65.91 લાખ નવા ઇક્વિટી શેર જારી કરવા જઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Reliance IPO: રિલાયન્સ લાવી રહ્યું છે દેશનો સૌથી મોટો IPO, LICનો રેકોર્ડ તોડી રચશે ઇતિહાસ.. જાણો વિગતે..
Effwa Infra and Research IPO: આ કંપનીનો આઈપીઓ 5 જુલાઈએ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો, જે 9 જુલાઈએ બંધ થશે. ૫૧.૨૭ કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. ૭૮ થી ૮૨ ની વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓમાં કંપની 53.17 લાખ નવા ઇક્વિટી શેર જારી કરવા જઈ રહી છે. સાથે જ 9.36 લાખ શૅર્સની ઑફર ફોર સેલ પણ થશે.
આ સપ્તાહે એમક્યુર ફાર્માનો આઇપીઓ ( Emcure Pharmaceuticals ) 10 જુલાઇએ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થવા જઇ રહ્યો છે. આ સિવાય બંસલ વાયર આઈપીઓનું લિસ્ટિંગ 10 જુલાઈએ, અંબે લેબોરેટરીઝનું 11 જુલાઈએ, ગણેશ ગ્રીન ભારત આઈપીઓ 12 જુલાઈએ અને ઈફ્વા ઈન્ફ્રાનું લિસ્ટિંગ 12 જુલાઈએ થવા જઈ રહ્યું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)