News Continuous Bureau | Mumbai
ભારત, 20 ડિસેમ્બર, 2024 – ટકાઉ કૃષિ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી યુપીએલે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) ઇન્ડસ્ટ્રીયલ આઈપી એવોર્ડ્સ 2024 સમારંભ ખાતે ફાર્મા અને એગ્રીકલ્ચર સાયન્સીસ કેટેગરી સહિત લાર્જ – લાઇફ સાયન્સિસમાં બેસ્ટ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક પોર્ટફોલિયો એવોર્ડનું સન્માન મેળવ્યું છે. કંપનીને સતત છઠ્ઠા વર્ષે બેસ્ટ પેટન્ટ પોર્ટફોલિયો એવોર્ડ અને ચોથી વખત બેસ્ટ ટ્રેડમાર્ક પોર્ટફોલિયો એવોર્ડ મળ્યો છે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (આઈપી) મેનેજમેન્ટમાં નવીનતા અને ઉત્કૃષ્ટતા માટે તેની અદ્વિતીય પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સમારંભ ખાતે આ એવોર્ડ સ્વીકારતા યુપીએલના ગ્લોબલ આઈપી હેડ ડો. વિશાલ સોધાએ જણાવ્યું હતું કે યુપીએલ ખાતે અમે આઈપી-સંચાલિત સંસ્થાન છીએ અને અમે ખેડૂત-કેન્દ્રિત ટકાઉ નવીનતાઓને વેગ આપવાનું ચાલુ રાખીશું. આ પ્રતિષ્ઠિત સન્માન ખેડૂતોની સમસ્યાઓનું ટકાઉપણે સમાધાન લાવવા અને સમુદાયો તેમજ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે નવીનતાઓના સર્જન અને રક્ષણ માટે અમને વધુ પ્રેરણા આપશે. અમે વિશાળ પેટન્ટ અને ટ્રેડમાર્ક પોર્ટફોલિયો ધરાવીએ છીએ જેને સીઆઈઆઈ દ્વારા માન્યતા આપવામાં આવી છે. યુપીએલ વિશ્વભરમાં મજબૂત બ્રાન્ડ્સ બનાવે છે અને તેની સુરક્ષા કરે છે આ તેનો પુરાવો છે.
આ સમાચાર પણ વાંચો :Ahmedabad Railway Inspection: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે સામાખ્યાલી-રાધનપુર-ભીલડી સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ કર્યું.
યુપીએલ હાલ 2,500થી વધુ ગ્રાન્ટેડ પેટન્ટ્સ ધરાવે છે અને તેની 4,300 જેટલી એપ્લિકેશન્સ પેન્ડિંગ છે જે તેનો મજબૂત આઈપી પોર્ટફોલિયો દર્શાવે છે. યુપીએલના ટ્રેડમાર્ક પોર્ટફોલિયોમાં 17,000થી વધુ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ સામેલ છે અને 13,000 જેટલી અરજીઓ વિશ્વભરમાં પેન્ડિંગ છે. તેના મજબૂત પેટન્ટ અને ટ્રેડમાર્ક પોર્ટફોલિયો સાથે યુપીએલ મહત્વના કૃષિ પડકારોને ઉકેલવા માટે ટેક્નોલોજી અને ઇનોવેશનનો લાભ લેવામાં ઉદ્યોગ અગ્રણી તરીકે તેની ભૂમિકાને પુનઃમજબૂત કરે છે.
સીઆઈઆઈ ઇન્ડસ્ટ્રીયલ આઈપી એવોર્ડ્સ એવા એકમોની ઊજવણી કરે છે જેમણે તેમના પોતાના વ્યવસાયો અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે આઈપી જનરેશન, પ્રોટેક્શન અને કોમર્શિયલાઇઝેશનને અપનાવ્યું છે. સીઆઈઆઈનો આ એવોર્ડ ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરવા અને ટકાઉ અન્ન વ્યવસ્થા તરફ પ્રયાણ કરવા માટે યુપીએલના નવીનતમ ફાર્મિંગ સોલ્યુશન્સને માન્યતા આપે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.