US FDA : શું સિંગાપોર અને હોંગકોંગ પછી અમેરિકામાં પણ MDH અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ લાગશે? FDAએ શરૂ કરી તપાસ..

US FDA Inquiry Against MDH-Everest Will MDH and Everest spices be banned in America after Singapore and Hong Kong FDA has started investigation

News Continuous Bureau | Mumbai 

US FDA : ભારતની બે મોટી મસાલા બ્રાન્ડ હાલ આ દિવસોમાં ચર્ચામાં રહી છે. વાસ્તવમાં, ભારતમાંથી નિકાસ કરાયેલા મસાલામાં નિર્ધારિત જથ્થા કરતાં વધુ જંતુનાશક ‘ઇથિલિન ઓક્સાઈડ’ ( ethylene oxide ) હોવાનું કથિત રીતે જાણવા મળ્યું હતું. જેના કારણે કેન્સર થવાનો ખતરો રહે છે આ આરોપને કારણે MDH અને એવરેસ્ટ મસાલાના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા પછી હવે આને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, બંને ભારતીય કંપનીઓએ સ્પષ્ટપણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. 

નોંધનીય છે કે અગાઉ MDHના મદ્રાસ કરી પાવડર, સાંબર મસાલા પાવડર અને કરી પાઉડરના વેચાણ પર ખતરનાક જંતુનાશકોના ઉપયોગને કારણે હોંગકોંગમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ એવરેસ્ટ ( Everest ) બ્રાન્ડની પ્રોડક્ટનું ( Spice products ) વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કૃષિ પેદાશોમાં જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવાતા ઇથિલિન ઓક્સાઈડ તેની સાથે ભેળવવામાં આવે છે, જેનાથી કેન્સરનો ખતરો વધી રહે છે.

  US FDA  : માલદીવે તો આ મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

હોંગકોંગ બાદ સિંગાપોરે પણ આ બંને કંપનીઓના મસાલા બ્રાન્ડને રડાર પર લીધી છે. બંને દેશોએ દાવો કર્યો હતો કે તેઓએ મસાલાના કેટલાક મિશ્રણોમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડની હાજરી શોધી કાઢી હતી.

આ સમાચાર પણ વાંચો :  World’s Largest Economy : પચાસ વર્ષ બાદ મુસ્લિમો વિશ્વમાં નિયંત્રણ મેળવશે, ભારત બની જશે વિશ્વનો બીજો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ: રિપોર્ટ..

હોંગકોંગ અને સિંગાપોર ( Singapore)  બાદ હવે અમેરિકા પણ આ મસાલા બ્રાન્ડ્સને લઈને એલર્ટ મોડમાં આવી ગયું છે. એટલું જ નહીં માલદીવે ( Maldives ) તો આ મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ એમડીએચ અને એવરેસ્ટ મસાલામાં આવા જંતુનાશકોના ઉપયોગને શોધવા માટે તેની તપાસ શરૂ કરી દીધી છે.

એક તરફ એક પછી એક દેશમાં આ બે ભારતીય મસાલા બ્રાન્ડની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ MDH અને એવરેસ્ટ દ્વારા આવા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. MDH એ તેના ઉત્પાદનોમાં કેન્સર પેદા કરતા રસાયણોના ઉપયોગના આરોપોને ફગાવી દીધા હતા અને મિડીયામાં નિવેદન આપતા કહ્યું હતું કે આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે અને તેના માટે કોઈ નક્કર પુરાવા નથી.

અગાઉ, એવરેસ્ટે પણ તેના નિવેદનમાં કહ્યું હતું કે તેના મસાલા ઉપયોગ માટે સલામત છે અને ભારતીય મસાલા બોર્ડની લેબમાંથી જરૂરી મંજૂરી અને નિયમોને પૂર્ણ કર્યા પછી જ તેની નિકાસ કરવામાં આવે છે.