News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીત અને યુદ્ધવિરામની આશાને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે.
યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને કારણે બ્રેટ ક્રૂડ વાયદો ઘટીને 109 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
આ સાથે અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમાં 8.75 ટકાનો ઘટાડો થયો છે અને તે બેરલ દીઠ 100 ડોલરથી નીચે 99.76 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
ક્રૂડ ઓઈલના ભાવ ઘટતાં ભારત માટે રાહતના સમાચાર છે કારણ કે ભારત કુલ વપરાશનું 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે.
ઉલ્લેખનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત 140 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી .
આ સમાચાર પણ વાંચો : 2 મિનિટમાં બનતી મેગી થઇ મોંઘી, કંપનીએ આટલા ટકાના ભાવનો કર્યો વધારો; જાણો હવે કેટલી કિંમત ચૂકવવી પડશે..
