ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
નવી દિલ્હી
21 મે 2020
અમેરિકન એક્સ્ચેંજમાંથી ચાઇનીઝ કંપનીઓને ડિલિસ્ટ કરવા સેનેટ દ્વારા એક બિલ પસાર કરાયું. સાથે જ વિદેશી સરકાર દ્વારા નિયંત્રિત કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેનેટરએ કહ્યું હતું કે 'અમેરિકા ઈચ્છે છે કે ચીન ‘કાયદા નિયમો પ્રમાણે ચાલે’.
કોરોનાનો કારણે હાલ વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વ્યાપ્ત છે. સેનેટ દ્વારા બુધવારે જે કાયદાને મંજૂરી આપવામા આવી છે તેનાથી અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડ અને બાયડુ ઇન્ક જેવી ચીની કંપનીઓના યુ.એસ.સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, લ્યુઇસિયાનાના રિપબ્લિકન સેનેટર અને મેરીલેન્ડના ડેમોક્રેટ દ્વારા રજૂ કરાયેલા આ ખરડાને સર્વાનુમતે સંમતિથી મંજૂરી મળી હતી અને આથી હોવી આવી કંપનીઓએ પ્રમાણિત કરવુ પડશે કે તેઓ વિદેશી સરકારના નિયંત્રણ હેઠળ નથી.
બાયડુ અને અલીબાબા સહિતની કેટલીક યુ.એસ. લિસ્ટેડ ચાઇનીઝ કંપનીઓના શેર ગુરુવારે ન્યૂયોર્કમાં ઘટ્યા હતા. જ્યારે અમેરિકામાં બીજા માર્કેટમાં તેજી જોવા મળી હતી. જોકે કોઈ કંપની બતાવી શકશે નહીં કે તે 'ચીનના આવા નિયંત્રણ હેઠળ નથી અથવા, તે વિદેશી સરકારના નિયંત્રણ હેઠળ નથી'.
આમ WHO બાદ ચીનની જાયન્ટ કંપની ઓને પોતાના સિકંજા મા લેવી શરૂ કરી છે..