વધતી મોંઘવારીનો ઝટકો મુંબઈગરાને- હવે મુંબઇનું ફેમસ વડાપાવ પણ થશે મોંઘુ- આ છે કારણ  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડાપાવ(Vadapav), આ 4 શબ્દોની વાનગી, ઘણા વર્ષોથી અમીર અને ગરીબ બંનેનું પેટ ભરે છે. કેટલાક વડાપાવ ભોજન તરીકે ખાય છે તો કેટલાક નાસ્તામાં. મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં વડાપાવ ઘણા લોકોની ભૂખ સંતોષે છે. વડાપાવ જે માત્ર થોડા જ રૂપિયામાં ઉપલબ્ધ છે તે અત્યાર સુધી દરેકને પ્રિય છે. વડાપાવ સમય સાથે બદલાયો છે. હવે ચીઝ વડાપાવ(Cheese Vadapav), મેયોનીઝ  વડાપાવ(Mayonnaise Vadapav) અને ચિકન વડાપાવ(Chicken Vadapav) પણ ઉપલબ્ધ છે. પણ ખરી ભૂખ લાલ ચટણી, તળેલા મરચાં અને ગરમ બટાકા વડાથી સંતોષાય છે. શહેરના લગભગ દરેક બજારો, રસ્તા અને શેરીઓમાં વડાપાઉ જોવા મળે છે. વડાપાવ એ કોઈપણ મુંબઈકરના દૈનિક ડાયેટનો આવશ્યક ભાગ છે.

જોકે હવે લોકો માટે વડાપાવ ટૂંક સમયમાં વધુ મોંઘો થવાની સંભાવના છે. બ્રેડના ભાવમાં વધારો થયો છે. તેથી વડાપાવ મોંઘા થવાની શક્યતા છે. આ વર્ષે ત્રીજી વખત બ્રેડના ભાવમાં(bread prices) વધારો કરવામાં આવ્યો છે.  પાવના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે.  હવે તમારે એક પાવ માટે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે જે તમને માત્ર બે રૂપિયામાં મળે છે. આ વર્ષે ત્રીજી વખત પાવના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિનામાં, કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયા પ્રતિ નંગ કરવામાં આવી હતી. કહેવાય છે કે કાચા માલના ભાવમાં થયેલા વધારાને કારણે આ ભાવવધારો કરવામાં આવ્યો છે. પાવના ભાવમાં વધારો થતા વડાપાવના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની આ પ્રખ્યાત સરકારી હોસ્પિટલમાંથી મળી આવી બ્રિટિશ યુગની સુરંગ – 130 વર્ષ જૂનો છે ઈતિહાસ- જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે પાવ(Pav) એવી વસ્તુ છે જે ઘણી બધી વસ્તુઓ સાથે ખાવામાં આવે છે. માત્ર વડાપાવ જ નહીં, પણ ભાજી પાવ(Bhaji Pav), સમોસા પાવ(Samosa Pav), મિસલ પાવ(misal pav), ભુર્જી પાવ, આમલેટ પાવ, તો હવે જ્યાં પાવ આવશે ત્યાં ભાવ વધશે? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. જેથી એકંદરે હવે લોકોને પાવ ખાવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે તેવું જાણવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment