ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
ઉનાળો આવતાં પહેલાં જ મુંબઈ શહેરમાં શાકભાજીના દર વધવા માંડ્યા છે. એક તરફ કસમય વરસાદ, બીજી તરફ ક્યારેક ઠંડી અને ગરમી અને ત્રીજી તરફ પેટ્રોલના વધતા ભાવને કારણે મુંબઈ શહેરના ભાજી વાળાઓએ શાકભાજીના દર વધારી નાખ્યા છે.
હાલ મુંબઈમાં કાંદા ની કિંમત 40 રૂપિયા ના સ્થાને 60 રૂપિયા પ્રતિ કિલો, બટાટાના ભાવ ૩૫ રૃપિયાથી વધીને ૪૫ રૂપિયા, ભીંડા અને ટીંડોળા ના ભાવ 60 રૂપિયાથી વધીને ૮૦ રૂપિયા. દુધી, ગાજર અને કાકડી ના ભાવ ૪૦ રૂપિયાથી વધીને 60 રૂપિયા. ટમેટાના ભાવ 30 રૂપિયા થી ૪૦ રૂપિયા. મેથીની પાલક ની જોડી આશરે દસ રૂપિયા વધુ મોંઘી થઈ ગઈ છે.
આમ મુંબઈ શહેરમાં એકંદરે મોંઘવારી વધી ગઈ છે
