News Continuous Bureau | Mumbai
Vibrant Gujarat 2024: આ અવસરે કેન્દ્રીય કમ્યુનિકેશન્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીનાં બીજા દિવસે સેમીકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતાં જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પ્રધાનમંત્રીશ્રીનાં વિઝનથી શરૂ થયેલું એવું મોડેલ છે જેનાં કારણે ગુજરાતમાં નવી ટેકનોલોજી અને નવા ઉદ્યોગો આવ્યાં છે.
આ અમૃતકાળની પહેલી વાઈબ્રન્ટ સમિટ છે તેવું જણાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સમિટમાં જે પ્રકારનાં એમ.ઓ.યુ.અને એગ્રીમન્ટ થયાં છે તે વિકસિત ભારત બનવાની શરૂઆત છે અને ગુજરાત પાસે પ્રધાનમંત્રીશ્રીનાં વિઝનને જમીન પર ઉતારવા માટેની સક્ષમ મશીનરી છે. સાથે જ તેમણે ઉત્સાહ પૂર્વક જણાવ્યું કે દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે. આ સમિટ દરમિયાન મંત્રી શ્રીએ ઝડપી ગતિએ ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet train Project ) પ્રધાનમંત્રીશ્રીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને તેમાં જાપાનનો પૂરો સહયોગ ભારતને પ્રાપ્ત થયો છે.
આ સમાચાર પણ વાંચો : NIFT: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024માં ટેક્સટાઇલ મંત્રી શ્રી પિયુષ ગોયલનાં હસ્તે ટેક્સટાઇલ મંત્રાલયનાં થીમ પેવેલિયનનું ઉદઘાટન
સેમિનારમાં માઇક્રોનનાં સી.ઇ.ઓ. સંજય મેહરોત્રાએ રાજ્ય સરકાર અને ભારત સરકાર ( Indian govt ) નાં અભૂતપૂર્વ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે ભારતમાં મજબૂત સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનું નિર્માણ થશે તે દિવસો દૂર નથી.
વિશ્વની આ જરૂરીયાતને પૂરી કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ( PM Modi ) ના નેતૃત્વમાં ભારત સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેઈન પૂરી પાડવા સક્ષમ છે તેમાં ગુજરાત અગ્રીમ યોગદાન આપી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.