Site icon

Vijay Mallya loan recovery : લ્યો બોલો… કરોડોનું ફુલેકુ કરનાર ભાગેડુ વિજય માલ્યાએ ખખડાવ્યા કોર્ટના દરવાજા, આ મામલે કરી હાઇકોર્ટમાં કરી અરજી…

Vijay Mallya loan recovery : ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે બેંકો દ્વારા વસૂલવામાં આવેલી રકમ તેમના દ્વારા લેવામાં આવેલી લોન કરતા ઘણી વધારે છે. માલ્યા કહે છે કે કિંગફિશર એરલાઇન્સ પર લગભગ 6,200 કરોડ રૂપિયાનું દેવું હતું, પરંતુ બેંકોએ તેનાથી ઘણું વધારે વસૂલ કર્યું છે. આ મામલો એવા સમયે ઉઠાવવામાં આવ્યો છે જ્યારે ભારતીય બેંકો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વિજય માલ્યાની સંપત્તિઓ અંગે કાર્યવાહી ચાલી રહી છે.

Vijay Mallya loan recovery Karnataka HC issues notice to banks on Vijay Mallya’s plea seeking loan recovery

Vijay Mallya loan recovery Karnataka HC issues notice to banks on Vijay Mallya’s plea seeking loan recovery

News Continuous Bureau | Mumbai

  લિકર કિંગ ના નામથી પ્રસિઘ્ધ અને ભારતમાં બેંકોનું ફુલેકુ ફેરવી વિદેશમાં ભાગી જનાર એવા ભાગેડુ વિજય માલ્યાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ભાગેડુ વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સ સામે ચાલી રહેલી દેવાની વસૂલાતની કાર્યવાહીને કર્ણાટક હાઇકોર્ટમાં પડકારી છે. વિજય માલ્યાએ દાવો કર્યો છે કે કિંગફિશર એરલાઇન્સ પર લગભગ 6,200 કરોડ રૂપિયાનું દેવું હતું. બેંક અધિકારીઓએ શરૂઆતની લોનની રકમ કરતાં ઘણી વધારે રકમ વસૂલ કરી છે.   

Join Our WhatsApp Community

Vijay Mallya loan recovery : વિજય માલ્યા વતી શું કહેવામાં આવ્યું

વિજય માલ્યાએ પોતાના વકીલ દ્વારા કોર્ટને જણાવ્યું હતું કે બેંકો દ્વારા વસૂલવામાં આવેલી રકમ લોનની રકમની તુલનામાં ખૂબ વધારે છે અને તે ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે કિંગફિશર એરલાઇન્સ પર આવેલા નાણાકીય સંકટ માટે તેમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવા યોગ્ય નથી.

Vijay Mallya loan recovery : બેંકો એ  7,181.50 કરોડ રૂપિયા વસૂલ કર્યા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના નેતૃત્વ હેઠળના બેંકોના એક કન્સોર્ટિયમે લંડન હાઈકોર્ટમાં વિજય માલ્યાને નાદાર જાહેર કરવામાં સફળતા મેળવી લીધી છે. આ નિર્ણય સાથે, બેંકોને માલ્યાની મિલકતો જપ્ત કરવાનો અધિકાર મળ્યો છે. બેંકોએ અત્યાર સુધીમાં માલ્યાની મિલકતોમાંથી 7,181.50 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે, જેમાં માલ્યાના શેરના વેચાણનો પણ સમાવેશ થાય છે.

Vijay Mallya loan recovery : કાનૂની કાર્યવાહી

વિજય માલ્યા સામે અનેક કાનૂની કેસ પેન્ડિંગ છે, જેમાં ભારતમાં ત્રણ મોટા કેસનો સમાવેશ થાય છે. આમાંથી એક કેસ તેમના દ્વારા કરવામાં આવેલી સમાધાનકારી સમાધાન ઓફર સાથે સંબંધિત છે, જે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ ઉપરાંત, માલ્યા આર્થિક અપરાધી કાયદા હેઠળ પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  

Vijay Mallya loan recovery :  લોકસભામાં નાણામંત્રીએ શું કહ્યું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં લોકસભામાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના કેસ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા, બેંકોએ વિજય માલ્યાની મિલકતોના વેચાણમાંથી 14,131.6 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આ રકમ કિંગફિશર એરલાઇન્સ (KFA) સંબંધિત લોન કેસમાં વસૂલ કરવામાં આવી છે, જેનું મૂલ્ય વ્યાજ સહિત રૂ. 6,203 કરોડ હતું.

 

 

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Exit mobile version