ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
ક્રિપ્ટો નિવેશક Token.com અને Decentralandએ મંગળવારે જાહેર કર્યું હતું કે ઓનલાઈન દુનિયામાં વર્ચ્યુલ રિયલ એસ્ટેટનો એક હિસ્સો રેકોર્ડજનક કહેવાય એમ 2.4 મિલિયન ડોલર(1 અરબ 78 કરોડ 67 લાખ 38 હજાર 70 રૂપિયા)ની ક્રિપ્ટોકરન્સીમાં વેચાયો છે.
Decentraland એક ઓનલાઈન એનવાયરમેન્ટ છે, જેને મેટાવર્સ પણ કહેવામાં આવે છે. અહીં યુઝર જમીન ખરીદી શકે છે. બિલ્ડિંગની સફર કરી શકે છે. ફરી શકે છે અને અવતારના રૂપમાં લોકોને મળી પણ શકે છે. આ વર્ષે આ પ્રકારની એનવાયરમેન્ટની લોકપ્રિયતા વધી છે.
કોરોના મહામારી દરમિયાન લોકો પોતાનો સમય ઓનલાઈન વધુ પસાર કરતા હતા. લોકોનો આમા રસ જોકે ગયા મહિનામાં ત્યારે વધ્યો જયારે ફેસબુકે મેટાવર્સ માટે વર્ચ્યુલ રિયલટી પ્રોડેક્સને ડેવલપ કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પોતાનું નામ બદલીને મેટાવર્સ કરી નાખ્યું હતું.
Decentraland એક ખાસ પ્રકારનું મેટાવર્સ છે, જે બ્લોકચેનનો ઉપયોગ કરે છે. Decentralandમાં જમીન અને અન્ય વસ્તુઓને ટોકનના રૂપમાં વેચવામાં આવે છે. આ એક પ્રકારની ક્રિપ્ટો સંપત્તિ છે. ક્રિપ્ટોકરન્સીના શોખીનો Decentralandની ક્રિપ્ટોકરન્સી, MANAનો ઉપયોગ કરીને અહીં જમીન ખરીદે છે.
Decentralandના પ્રવકતા અને Token.com દ્વારા કહેવામાં આવ્યું હતું કે Token.comની સહાયક કંપની મેટાવર્સ ગ્રુપે સોમવારે મોંધી કિંમતે જમીન વેચાઈ હોવાનું જાહેર કર્યું હતું. સમાચાર એજેન્સી રોયટર્સના અહેવાલ મુજબ એનએફટી માર્કેટપ્લેસ ઓપનસી પર જમીન ખરીદવાને લગતી નોંધ પણ કરવામાં આવી છે. Decentralandના કહેવા મુજબ આ પ્લેટફોર્મ પર વર્ચ્યુલ રિયલ એસ્ટેટના પ્લોટની આ સૌથી મોંઘી જમીનની ખરીદીનો સોદો હતો.
મોંઘી કિંમતે વેચાયેલી આ જમીન Decentralandના નકશા મુજબ ફેશન સ્ટ્રીટના વિસ્તારમાં છે. તેનો ઉપયોગ ડિજિટલ ફેશન કાર્યક્રમો અને અવતારો માટે વર્ચ્યુલ કપડા વેચવા માટે કરવામાં આવવાનો છે. 116 નાના પાર્સલથી આ વિસ્તાર બન્યો છે, જેમાં દરેક પાર્સલ 52.5 વર્ગ ફૂટનો છે.