Vodafone Idea : Viએ ગ્રાહકોને આપ્યો ઝટકો, ટેલિકોમ કંપની તેનો આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન કરી દીધો બંધ, હવે સિમ કાર્ડ એક્ટિવ રાખવા ચૂકવવા પડશે વધુ રૂપિયા…

ટેલિકોમ કંપની Viએ હરિયાણા સર્કલમાં તેનો રૂ. 99નો પ્લાન બંધ કરી દીધો છે, જોકે આ પ્લાન હજુ પણ અન્ય સર્કલમાં ઉપલબ્ધ છે.

by Dr. Mayur Parikh
Vodafone Idea discontinues Rs 99 plan from one circle

News Continuous Bureau | Mumbai

Vodafone Idea : જો તમે પણ Vodafone Idea (Vi) યુઝર છો તો તમારા માટે મોટા સમાચાર છે. દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની Vi એ હરિયાણા સર્કલમાં તેનો 99 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે, જોકે આ પ્લાન હજુ પણ અન્ય સર્કલમાં ઉપલબ્ધ છે. અગાઉ આ પ્લાનમાં મુંબઈ, ગુજરાત અને દિલ્હી સર્કલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ત્રણ સર્કલમાં, Viએ રૂ. 99ના પ્લાન(Recharge plan) ની વેલિડિટી અડધી કરી દીધી છે. Vi એ વપરાશકર્તા દીઠ સરેરાશ આવક વધારવા માટે આ નિર્ણય લીધો છે.

એરટેલે પણ 99 રૂપિયાનો પ્લાન બંધ કર્યો

હરિયાણા સર્કલમાં Viના આ નિર્ણય બાદ હવે 100 રૂપિયાથી ઓછી કિંમતના ગ્રાહકો માટે કોઈ પ્લાન ઉપલબ્ધ નથી. અગાઉ એરટેલે પણ તેનો 99 રૂપિયાનો પ્લાન હટાવી દીધો હતો. હરિયાણામાં એરટેલ(Airtel) ના ગ્રાહકોએ હવે તેમના સિમ કાર્ડને એક્ટિવ રાખવા માટે ઓછામાં ઓછા 155 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે.

તમને જણાવી દઈએ કે વોડાફોન આઈડિયા(Vodafone Idea) એ હાલમાં જ બે નવા પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યા છે, જેમાંથી એકની કિંમત 24 રૂપિયા અને બીજાની કિંમત 49 રૂપિયા છે. કંપનીએ આ બે પ્લાનને અનુક્રમે ‘સુપર અવર’ અને ‘સુપર ડે’ ડેટા પેક તરીકે નામ આપ્યું છે. આ બંને પ્લાન ખાસ એવા લોકો માટે બનાવવામાં આવ્યા છે જેમને ટૂંકા ગાળા માટે વધુ ડેટાની જરૂર હોય છે. આવો જાણીએ Vodafone-Ideaના આ બે પ્લાન વિશે…

આ સમાચાર પણ વાંચો : Belly Fat : બેલી ફેટ ઘટાડવા માટે ફોલો કરો આ ચાર ટિપ્સ, ઝડપથી ચરબી ઘટશે અને શરીર બનશે તંદુરસ્ત..

Vodafone-Idea નો 24 રૂપિયાનો પ્લાન

સૌથી પહેલા વોડાફોન-આઈડિયાના 24 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં એક કલાક માટે અનલિમિટેડ ઈન્ટરનેટ મળે છે, એટલે કે તમે એક કલાક માટે અનલિમિટેડ 4G ડેટાનો આનંદ લઈ શકો છો.

વોડાફોન-આઇડિયાનો રૂ. 49નો પ્લાન

આ એક Vi સુપર ડે પ્લાન છે. આ પ્લાન સાથે 24 કલાકની વેલિડિટી ઉપલબ્ધ છે. આ પ્લાનમાં કુલ 6GB હાઈ-સ્પીડ 4G ડેટા ઉપલબ્ધ છે. આ બેમાંથી કોઈ એક પ્લાન સાથે કૉલિંગ અને મેસેજિંગ ઉપલબ્ધ નથી.

Join Our WhatsApp Community

You may also like