News Continuous Bureau | Mumbai
મોંઘવારીએ(Inflation) સામાન્ય માણસોના ખિસ્સા પર બરોબરની કાતર ફેરવી નાખી છે. તેમાં ઓછું હતું તે હવે રશિયા-યુક્રેન યુદ્ધના(Russia ukraine war) પગલે પામતેલની(Palm oil) આયાતને પડેલા ફટકાની અસર વેફર(Waffers), ચેવડા (Snacks)સહિતના ફરસાણ ને પણ પડી છે. વેફર સહિતના ફરસાણના ભાવ માં(Price) આગામી દિવસમાં હજી વધારો થવાનો છે. તેથી ફરસાણ ના શોખીનો વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડવાની છે.
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત કયારે આવશે તેની ખબર નથી. પંરતુ યુદ્ધને કારણે પામતેલના વ્યવસાયને બરોબરની અસર થઈ છે. ઈન્ડોનેશિયાએ(Indonesia) પામતેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈન્ડોનેશિયા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે ભારતમાં ખાદ્ય તેલની(Food oil) અછત સર્જાઈ છે. એક મહિનામાં પામતેલના ભાવમાં રૂ.25નો વધારો થયો છે. ખાદ્યતેલોના ભાવમાં વધારો થવાથી ફરસાણ, વેફર, નૂડલ્સ, સાબુ અને શેમ્પૂના ભાવમાં પણ વધારો થવાની શક્યતા બજારના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
આ સમાચાર પણ વાંચો : GSTની અઘરી પ્રોસેસથી વેપારી સમાજ ત્રસ્ત નાના વેપારીઓનો એકડો નીકળી ગયો હોવાની FAMની ફાઇનૅન્સ મિનિસ્ટરને રજૂઆત. જાણો વિગતે.
ચીન(China) અને ભારત(India) ઈન્ડોનેશિયા માંથી ખાદ્ય તેલના મુખ્ય આયાતકારો છે. ભારતમાં લગભગ 65% પામ ઓઈલ ઈન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. ઈન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધ થી આયાત પર અસર થઈ છે અને બજાર ભાવમાં વધારો થયો છે. તેથી પામ ઓઇલ પર નિર્ભર રહેલા વેફર્સ સહિતના ફરસાણના ભાવને પણ જબરજસ્ત અસર થવાની શક્યતા છે.
હજી એક મહિના પહેલા પામતેલ 170 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું. હવે પામતેલના ભાવમાં રૂ.25નો વધારો થયો છે. જેથી હવે પામતેલ રૂ.195 પર પહોંચી ગયું છે. પામતેલના ભાવ બે વર્ષમાં બમણા થઈ ગયા છે. ઈન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધને કારણે તેને મલેશિયા થી આયાત થતા તેલ પર નિર્ભર રહેવાની ફરજ પડી છે.