Site icon

શું તમે ભૂલથી કોઈ ખોટા ખાતામાં UPI ઓનલાઇન પેમેન્ટ કરી દીધું છે. ટેન્શન નહીં! આ રીતે પૈસા પાછા મેળવી શકશો, જાણો આરબીઆઈના નિયમો શું છે?

 News Continuous Bureau | Mumbai

ભારતમાં તાજેતરમાં ડિજિટલ વ્યવહારોને (Digital Transactions) પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેને કારણે UPI ચૂકવણીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. વિવિધ શોપિંગ એપ્સ (Shopping Apps) પણ કેશલેસ ટ્રાન્ઝેક્શન (Cashless transaction) પર આકર્ષક ઑફર્સ આપે છે. ભારતના ખૂણે ખૂણે Google pay, PhonePay, UPI, Paytm દ્વારા ઓનલાઇન ચુકવણી (Online payment) કરવામાં આવે છે. UPI દ્વારા ચુકવણી ખૂબ જ અનુકૂળ અને સરળ છે. પરંતુ જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન (Online Transactions) દરમિયાન મોબાઇલ નંબરનો (mobile number) એક આંકડો પણ ખોટો હોય તો પૈસા બીજાના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે.

Join Our WhatsApp Community

જો તમે પણ આવા પ્રકારની ભૂલ કરી હોય તો ગભરાવાની જરૂર નથી. કારણ કે તમે ભૂલથી ટ્રાન્સફર કરાયેલા પૈસા પાછા મેળવી શકો છો. ચાલો આના પર વિગતવાર નજર કરીએ…

જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થાય તો શું?

જો UPI પેમેન્ટ ખોટા એકાઉન્ટમાં જાય અથવા Google Pay, Paytm, Phone Pay જેવી એપમાંથી ટ્રાન્સફર થાય તો આ સંબંધિત કંપનીઓ જવાબદાર નથી. આ માટે તમારે સીધો બેંકનો સંપર્ક કરવો પડશે, આ માટે તમારું UPI પેમેન્ટ બેંક (UPI Payment Bank) સાથે લિંક હોવું ખૂબ જ જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં વરલીના કોલીવાડા બીચમાં ન્હાવા ઉતરેલા 5 બાળકો તણાયા, આટલાના ડૂબી જવાથી મોત

જો તમારા પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો તમારે સીધી બેંકના ગ્રાહક (bank customer) સંભાળ વિભાગને જાણ કરવી પડશે. ઉપરાંત, મોટાભાગની બેંકોમાં ગ્રાહકોને ડાયરેક્ટ મેઇલની (direct mail) સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. સંબંધિત બેંકને મેઈલ કરવાથી તમારી ફરિયાદ ઉકેલાઈ શકે છે. પરંતુ જો મેઇલ દ્વારા મામલો ઉકેલવામાં ન આવે તો સંબંધિત બેંક શાખામાં જવું પડશે.

RBI ના નિયમો

આરબીઆઈના આદેશ અનુસાર, જો ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે, તો તમારે 7 થી 15 દિવસમાં ફરિયાદ નોંધાવવી પડશે. ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાના કિસ્સામાં, શક્ય તેટલી વહેલી તકે સંબંધિત બેંક અધિકારીનો સંપર્ક કરો. જો સંબંધિત વ્યક્તિએ તમારા દ્વારા ટ્રાન્સફર કરેલા પૈસા ખર્ચ્યા હોય, તો બેંક નિયમો અનુસાર તમારા પૈસા તમને પરત કરશે અને જે વ્યક્તિએ પૈસા ખર્ચ્યા છે તેનું બેલેન્સ નેગેટિવ કરવામાં આવશે.

Reliance Power: રિલાયન્સ પાવર આ 5 કંપનીઓના 100% હિસ્સાનું વેચાણ કરી રહ્યું છે, જાણો કોણ ખરીદશે આ હિસ્સો
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Stock Market: સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઉછાળો, સેન્સેક્સ 330 અંક ચઢ્યો, નિફ્ટી થયો આટલા ને પાર
Bank Holiday: ૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી આ શહેરોમાં બેંકો રહેશે બંધ, જાણો રજાઓ માં તાત્કાલિક કામ હોય તો શું કરવું?
Exit mobile version