Site icon News Continuous Bureau | Mumbai

વોટ્સએપ હવે મફતમાં સેવા નહીં આપે.. વસૂલશે આનો પણ ચાર્જ.. જાણો કઈ છે એ સેવાઓ.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
24 ઓક્ટોબર 2020

વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, વ્હોટ્સએપએ ગુરુવારે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, ટૂંક સમયમાં તેઓ બિઝનેસ ચેટ સેવા માટે કંપનીઓ પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરશે. નોંધનીય છે કે વોટ્સએપે થોડા દિવસો પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી સુવિધા વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ શરૂ કર્યું હતું.

Join Our WhatsApp Channel

વોટ્સએપ બિઝનેસમાં હાલ 5 કરોડથી વધુ બિઝનેસ યુઝર્સ છે. હાલમાં,આ સેવા માટે કેટલા ચાર્જ લેવામાં આવશે તે અંગે વોટ્સએપએ ખુલાસો કર્યો નથી. 

વ્હોટ્સએપે ધંધો કરતા વપરાશકર્તાઓ માટે વોટ્સએપ બિઝનેસ નામની એક અલગ એપ્લિકેશન બનાવી છે. આ એક એવું બજાર સ્થળ છે જ્યાં લોકો ચેટ દ્વારા વ્યવસાય કરી શકે છે. હવે સીધા ખરીદીની નવી સુવિધા ટૂંક સમયમાં આ પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થશે. આ સુવિધાની મદદથી નાના વ્યવસાયોને તેમનો વ્યવસાય વધારવામાં મદદ મળશે. 
વધુમાં, ફેસબુક હોસ્ટિંગ સોલ્યુશન માટે વધારાની ચુકવણી કરવી પડશે. વ્હોટ્સએપ વપરાશકર્તાઓને પૂરા પાડવામાં આવતી ફેસબુક હોસ્ટિંગ સેવાને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટ કરવામાં આવશે. જેથી બીજો કોઈ પણ વ્યવસાયિક ગ્રાહકો વચ્ચેના સંદેશા જોઇ નહિ શકે. કંપનીએ કહ્યું કે તેણે તેના વિશે ઘણું વિચાર્યું છે અને તેઓ અહીં થતા ધંધામાં સંપૂર્ણ પારદર્શિતા રાખીવા ઈચ્છે છે.

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version