News Continuous Bureau | Mumbai
સિમ કાર્ડથી(SIM card) તમારી ઓળખ છુપાવવી હવે ખૂબ મોંઘી પડશે. હવે નકલી આઈડી કાર્ડ(Fake ID card) પર સિમ રાખવા પર તમને જેલ થઈ શકે છે અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. આ સિવાય જો તમે whatsapp, સિગ્નલ અથવા તો ટેલિગ્રામ(Telegram) પર તમારી ઓળખ છૂપાવીને કોઈની સાથે ચેટ કરી રહ્યા છો તો પણ આ જ કાયદો લાગુ થશે અને તમારે જેલની સજા(Jail sentence) સાથે દંડ પણ ભરવો પડી શકે છે.
મીડિયા માં પ્રસારિત થયેલા એક રિપોર્ટ અનુસાર, સિમ કાર્ડથી તમારી ઓળખ છુપાવવી હવે ખૂબ મોંઘી પડશે. હવે નકલી આઈડી કાર્ડ પર સિમ રાખવા પર તમને જેલ થઈ શકે છે અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. આ સિવાય જો તમે વોટ્સએપ(WhatsApp), સિગ્નલ અથવા તો ટેલિગ્રામ પર તમારી ઓળખ છૂપાવીને કોઈની સાથે ચેટ કરી રહ્યા છો તો પણ આ જ કાયદો લાગુ થશે અને તમારે જેલની સજા સાથે દંડ પણ ભરવો પડી શકે છે.સરકાર માને છે કે આવી જોગવાઈથી સાયબર ક્રાઈમમાં(cyber crime) ઘટાડો જોવા મળશે. ટેલિકોમ બિલની કલમ 7ની પેટા કલમ 4 જણાવે છે કે ગ્રાહકોએ દરેક સમયે તેમની સાચી ઓળખ જાહેર કરવી પડશે. ખોટી ઓળખ(false identity) અથવા ઓળખ છુપાવવા માટે 50,000 રૂપિયા સુધીની મુદત માટે કોઈપણ વર્ણનની કેદ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર રહેશે.
આ સમાચાર પણ વાંચો : તહેવારો ટાણે આમ જનતાને મોટો ઝટકો- રિઝર્વ બેંકે ફરી એક વખત રેપો રેટમાં આટલા બેસિસ પોઇન્ટનો કર્યો વધારો- મોંઘી થશે લોન
ડ્રાફ્ટ બિલમાં(draft bill) એમ પણ કહેવામાં આવ્યું છે કે આવા કિસ્સામાં, પોલીસ તમને વોરંટ વિના ધરપકડ(Arrest without warrant) કરી શકે છે અને કોર્ટના આદેશ વિના તપાસ શરૂ કરી શકે છે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે(Telecom Minister Ashwini Vaishnave) પણ તાજેતરમાં કહ્યું હતું કે સરકાર ઑનલાઇન નાણાકીય છેતરપિંડીના(Online financial fraud) મુદ્દાને ગંભીરતાથી જોઈ રહી છે અને તેણે ફરજિયાત બનાવ્યું છે કે આગળ જતાં, whatsapp-સિગ્નલ જેવા OTT પ્લેટફોર્મના વપરાશકર્તાઓને પણ KYC ઔપચારિકતા કરવી પડશે. પૂર્ણ તેમણે કહ્યું કે ટેલિકોમ બિલ 6-10 મહિનામાં લાગુ થઈ જશે.અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જે પણ એપ્સનો ઉપયોગ કોલિંગ અથવા કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન માટે કરવામાં આવે છે તે તમામ નવા ટેલિકોમ બિલ હેઠળ આવશે, જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર યુઝર્સના મેસેજને ડિક્રિપ્ટ નહીં કરે એટલે કે મેસેજ કે કોલ કરવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે, ફોન કોલ રીસીવ કરનારને હંમેશા ખબર હોવી જોઈએ કે કોલ કોણે કર્યો છે અને તેની ઓળખ શું છે.