Godrej Interio: કયું શહેર સૌથી વધુ બિન્જ-વોચ કરે છે? ગોદરેજ ઈન્ટિરિયોના હોમસ્પેસ અભ્યાસના રસપ્રદ તારણો

Godrej Interio: ગોદરેજ એન્ડ બોય્સની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બિઝનેસ એકમ ગોદરેજ ઈન્ટિરિયોએ ભારતના મોટા શહેરોમાં લોકો ઘરે કેવી રીતે સમય પસાર કરે છે તેના રસપ્રદ તારણો રજૂ કર્યા છે. ‘હોમસ્કેપ્સ’ ટાઇટલ હેઠળના આ સર્વેમાં શહેર મુજબ આશ્ચર્યજનક ટ્રેન્ડ્સ જોવા મળ્યા છે જેમાં ચેન્નાઈ બિન્જ-વોચિંગ ચેમ્પિયન તરીકે નિર્વિવાદપણે ઊભરી આવ્યું છે.

by Hiral Meria
Which city binge-watches the most Interesting findings from Godrej Interio's homespace study

 News Continuous Bureau | Mumbai

Godrej Interio: ગોદરેજ એન્ડ બોય્સની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બિઝનેસ એકમ ગોદરેજ ઈન્ટિરિયોએ ભારતના મોટા શહેરોમાં ( Indian Cities ) લોકો ઘરે કેવી રીતે સમય પસાર કરે છે તેના રસપ્રદ તારણો રજૂ કર્યા છે. ‘હોમસ્કેપ્સ’ ટાઇટલ હેઠળના આ સર્વેમાં શહેર મુજબ આશ્ચર્યજનક ટ્રેન્ડ્સ જોવા મળ્યા છે જેમાં ચેન્નાઈ બિન્જ-વોચિંગ ચેમ્પિયન ( Binge watching champions ) તરીકે નિર્વિવાદપણે ઊભરી આવ્યું છે. 

 અભ્યાસમાં જણાયું છે કે ચેન્નાઈના પ્રતિભાવ આપનારાઓ પૈકી 50 ટકા જેટલા લોકો પોતાને સિરિયલ બિન્જ-વોચર્સ ( Binge watching ) ગણાવે છે જેઓ અનેક એપિસોડ લાંબી સિરીઝ જોવામાં સમય ખર્ચે છે. સ્ટ્રીમિંગ કન્ટેન્ટ માટેનો આ જુસ્સો 2014ના એક રિપોર્ટમાં જોવા મળ્યો હતો જેમાં જણાવાયું હતું કે ચેન્નાઈના લોકો વર્ષોથી ટેલીવિઝન પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે અને ત્યાંના રહીશો બીજા અન્ય મેટ્રો શહેરોના લોકો કરતાં ટીવી જોવામાં નોંધપાત્ર કહી શકાય તેટલો વધુ સમય ફાળવે છે. તેમના માટે એકધારું ટીવી જોવા માટે ઘર આદર્શ સ્થળ છે જ્યાં એકધાર્યા 10 જેટલા એપિસોડ જોઈ નાંખવા કોઈ મોટી વાત નથી. સર્વેમાં વધુમાં જણાવાયું હતું કે ચેન્નાઈના લગભગ 71 ટકા લોકો મૂવી નાઇટને પોતાની ગમતી પરંપરા માને છે જેને ફરીથી સજીવન કરવાની અને આવતી પેઢીને આપવી જોઈએ છે. આ મજબૂત ચાહના ફેમિલી એન્ટરટેઇનમેન્ટ માટે શહેરનો અનહદ પ્રેમ વ્યક્ત કરે છે.

આ ટ્રેન્ડ વિશે ગોદરેજ ઈન્ટરિયોના ( Godrej Interio Survey ) સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ સ્વપ્નિલ નાગરકરે જણાવ્યું હતું કે “’હોમસ્કેપ્સ’ રિસર્ચ લોકો તેમના પરિવારો અને ઘરો સાથેના જે ગહન ભાવનાત્મક બંધન ધરાવે છે તેને રજૂ કરે છે. અમે અમારા ‘હોમસ્કેપ્સ’ ( Homescapes )  સર્વેક્ષણમાંથી આંતરદૃષ્ટિ કરીએ તો જણાય છે કે આપણે જે પ્રકારે આરામ કરીએ છીએ તેમાં વર્ષોથી પરિવર્તન આવ્યું છે. સર્વેક્ષણમાં ભારતના વિવિધ શહેરોમાં બિન્જ-વોચિંગ કરતા લોકોની પેટર્ન રજૂ કરવામાં આવી છે. અમારા ગ્રાહકોની આ બદલાતી વર્તણૂકનું અવલોકન કરીને અમે ગોદરેજ ઈન્ટિરિયોમાં આરામદાયક અને કામ કરી શકાય તેવી જગ્યાઓ બનાવવાના મહત્વને સમજીએ છીએ જે આ વિકસતી આદતોને પૂરી કરે છે તથા ઘરો મનોરંજન અને આરામનું કેન્દ્ર રહે તે સુનિશ્ચિત કરે છે. કામ કરવાની સુગમતા માટેની પ્રતિબદ્ધતા સુંદર સ્થળો બનાવવાથી પણ આગળ વધે છે. ગોદરેજ ઈન્ટિરિયોમાં આધુનિક ભારતીય જીવનશૈલીને પૂરક બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ સુવિધાઓ પ્રદાન કરે તેવા ફર્નિચર બનાવવાનો અમને ગર્વ છે. અમારું ફર્નિચર એ વ્યક્તિના ઘર અને જીવનશૈલીનો અભિન્ન ભાગ બની જાય છે, જેમાં સ્ટાઇલ અને વ્યવહારિકતા બંનેનો સમાવેશ થાય છે. આ જ્ઞાન મેળવીને અમે એવી ફર્નિચર ડિઝાઇન બનાવીએ છીએ જે અમારા ગ્રાહકોની આધુનિક જીવનશૈલીને સંપૂર્ણ રીતે પૂરક બનાવે છે.”

આ સમાચાર  પણ વાંચો :  Mumbai Gujarati Patrakar Sangh : બોરીવલી ખાતે મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ દ્વારા આઈ કેમ્પનું આયોજન.. જાણો વિગતે

 વધુમાં, સર્વેક્ષણમાં જણાવાયું છે કે આ યાદીમાં હૈદરાબાદ તેની નજીક છે જ્યાં 34 ટકા ઉત્તરદાતાઓ પોતાને ઘરે બિન્જ-વોચિંગ કરે છે અને નોંધપાત્ર 70 ટકા હૈદરાબાદના રહેવાસીઓ પણ ‘મૂવી નાઈટ’ ને ફરીથી શરૂ કરવાને સમર્થન આપે છે. ચેન્નાઈ અને હૈદરાબાદના ઉત્તરદાતાઓ સાથે વિરોધાભાસી, મુંબઈકરોએ અલગ પેટર્ન દર્શાવી છે જેમાં અડધાથી ઓછા ઉત્તરદાતાઓ (47 ટકા) ‘મૂવી નાઈટ’ને ફરીથી શરૂ કરવાના મહત્વ પર સહમત છે અને માત્ર 12 ટકા પોતાને સિરિયલ ‘બિન્જ-વોચર્સ’ માને છે. લખનઉના ઉત્તરદાતાઓ તેનાથી વિપરીત વલણ પ્રદર્શિત કરે છે જ્યાં ફક્ત 20 ટકા લોકો જ ‘મૂવી નાઈટ’ને ફરીથી શરૂ કરવામાં રસ ધરાવે છે જ્યારે 28 ટકા સિરિયલ ‘બિન્જ-વોચર’નું વ્યક્તિત્વ ધરાવે છે, જે એક વિશિષ્ટ મનોરંજન પસંદગી દર્શાવે છે.

 આ સર્વે બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને લખનૌ સહિતના સાત શહેરોમાં રહેતા 2,822 ભારતીયોમાં હાથ ધરવામાં આવ્યો હતો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More