News Continuous Bureau | Mumbai
સફળ થવા માટે મહેનતની સાથે સાથે એક્સપરીમેન્ટ(Experiment) પણ કરવું પડે છે અને એવું ના થવું જોઈએ કે જે તમે કર્યું એમા ફેઇલ થઈ ગયા તો એને મુકી દેવું. આપણે ત્યાં સુધી પ્રયાસ કરતા રહેવું જોઈએ, જ્યાં સુધી સફળતા ન મળે. કારણ કે નિષ્ફળતાથી(failure) ઘણું બધું શિખવા મળે છે. આજે અમે એક એવા જ સ્ટાર્ટ અપ ફાઉન્ડરની (Start up founder) વાત કરી રહ્યા છે, જેમણે ગ્રેજ્યુએશનનું(graduation) અભ્યાસ કરવાની ઉંમરમાં જ 7300 કરોડ રૂપિયાની કંપની ઉભી કરી દીધી.
અમે વાત કરી રહ્યા છે Zeptoના કો ફાઉન્ડર કેવલ્ય વોહરા(Co Founder Kevalya Vohra) અને આદિત પાલિચાની(Adit Palichani.). બંને યુવાન આંત્રપ્રેન્યોર(Young entrepreneur) હુરુન ઇન્ડિયા ફ્યૂચર યૂનિકોર્ટ ઈન્ડેક્સ(Hurun India Future Unicort Index) 2022 માં સૌથી નાની ઉંમરના સ્ટાર્ટ અપ ફાઉન્ડર પણ છે. કેવલ્ય અને આદિતને(. Kevalya and Adit) ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ કરવું દેશના સ્ટાર્ટઅપ્સને(startups) પ્રોત્સાહન આપવાના પ્રભાવને દર્શાવે છે.વર્ષ 2021માં કેવલ્ય અને આદિતે Zepto ની શરૂઆત કરી હતી. આ કરિયાણીની ડીલીવરી એપ છે. તેનો કોન્સેપ્ટ 'ઝેપ્ટોસેકન્ડ'(zeptosecond) એટલે ખૂબ જ ઝડપી કરિયાણાની વસ્તુની ડિલિવરી કરવી. 10 મિનિટમાં ગ્રોસરી ડિલીવરીએ(Grocery Delivery) દુનિયા જ બદલી નાખી. Zepto એ નવેમ્બર 2021માં ફન્ડિંગ દ્વારા 486 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. જ્યારે ડિસેમ્બરમાં વધુ એક ફન્ડિંગ રાઉન્ડમાં 810 કરોડ રૂપિયા એકત્ર કર્યા. આ વર્ષ મે સુધી કંપનીની ઈવેલ્યુએશન 7300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. હવે Zepto 10 મોટા શહેરોમાં 3000 થી વધુ પ્રોડક્ટ ડિલીવરી કરે છે.
આ સમાચાર પણ વાંચો : ડોલર સામે રૂપિયાનું ધોવાણ યથાવત- આટલા પૈસા ગગડીને રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો- જાણો આંકડા
કેવલ્ય વોહરા અને આદિતી વાલિચા, IIFL Wealth Hurun India Rich List 2022 માં સામેલ થનાર સૌથી નાની ઉંમરના આંત્રપ્રેન્યોર બની ગયા છે. 19 વર્ષની ઉંમરમાં કેવલ્ય સૌથી અમીર ભારતીયોની યાદીમાં સામેલ થનાર સૌથી નાની ઉંમરનો યુવાન બની ગયો છે. હુરુન લિસ્ટમાં કેવલ્ય 1000 કરોડની સંપત્તિ સાથે 1036માં નંબરે છે. જ્યારે 1200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આદિત પાલિચા આ યાદીમાં 950મા નંબરે છે. કેવલ્યનો જન્મ બેંગ્લુરુમાં થયો હતો અને શાળાનો અભ્યાસ તેણે દુબઈમાં પૂરો કર્યો. તેના પછી તેણે સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું પરંતુ 2020માં પોતાના મિત્ર આદિત સાથે સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે કોલેજ છોડી દીધી.