દુબઈ ફરવા ગયા છો? સોનું ખરીદવાના છો? જાણી લો ભારત પહોંચતા ની સાથે જ કયા કાયદાઓ લાગુ થશે. ? શા માટે દુબઈથી સોનુ ખરીદવું જોઈએ? અને શા માટે નહીં?

ભારત દેશમાં સોનું મોંઘુ મળે છે જ્યારેકે દુબઈમાં સસ્તું છે. આ કારણથી લોકો દુબઈથી સોનુ ખરીદવું પસંદ કરે છે. પરંતુ ભારતમાં આવતાની સાથે જ પસ્તાવું પડે છે.

by Dr. Mayur Parikh
Why Indians buy gold from Dubai? What is rule in India for buying

News Continuous Bureau | Mumbai

ભારત અને દુબઈ ના સોનાના ભાવમાં ઘણો મોટો તફાવત છે. ભારતમાં સોનાની જે કિંમત હોય છે તેના કરતાં દુબઈમાં 5,000 થી 6000 રૂપિયા સોનુ સસ્તું હોય છે. આ કારણથી દુબઈ ફરવા જનાર લોકો ત્યાંથી સોનાની ખરીદી કરી લે છે. જોકે સરકારી કાયદાનું જ્ઞાન ન હોવાને કારણે ઘણી વખત પસ્તાવો થાય છે.

શું કહે છે ભારતનો કાયદો?

કોઈપણ વ્યક્તિ જે દુબઈ ફરવા ગઈ હોય તે વધુમાં વધુ 20 ગ્રામ સોનું ખરીદી શકે છે. જો તે વ્યક્તિ મહિલા હોય તો તેને 40 ગ્રામ સોનું ખરીદવાનો અધિકાર છે.

આ ઉપરાંત એક વર્ષથી વધુ સમય સુધી વિદેશમાં રહેનાર વ્યક્તિ દુબઈથી સોનુ ખરીદી શકે છે અને ભારત આવી શકે છે.

આ બે શરતો સિવાય જે કોઈ વ્યક્તિ મર્યાદાથી વધુ સોનું ખરીદે છે તેણે કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે.

આ સમાચાર પણ વાંચો :  National Sample Survey Office: દેશના કેટલા ટકા લોકોના ઘરમાં પાણીના નળ છે? કેટલા લોકો પાસે LPG સુવિધા છે? આ રહ્યા સરકારી સર્વેના આંકડા.

દુબઈમાં કયા કારણથી સોનુ સસ્તું છે?

દુબઈમાં સરકાર સોના પર ટેક્સ લગાડતી નથી. આ કારણથી દુબઈમાં સોનુ સસ્તું પડે છે. જે કોઈ વ્યક્તિએ સરકારને સોના પર ટેક્સ આપ્યો હોય તે રિફંડ મેળવી શકે છે.

તો તમે પણ દુબઈથી સોનું ખરીદતા હોવ તેનાથી પહેલા કાયદાકીય તપાસ અવશ્ય કરી લેજો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More