News Continuous Bureau | Mumbai
જો આપ પણ 9-5ની નોકરી કરીને થાકી ગયા હોવ અથવા તો આપ નોકરી કરવા નથી માગતા, આપ કોઈ બિઝનેસ(Business) કરવા માંગો છો? તો આ લેખ બિલકુલ આપના માટે જ છે. આજે અમે આપને એક એવી ખાદ્ય ચીજની(Food item) વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો બિઝનેસ કરીને આપ આરામથી મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકશો.
અમે વાત કરી રહ્યા છીએ અહીં મમરાના બિઝનેસની(Mamara's business) જેમાં રોકાણ(investment) કરીને આપ સારામાં સારો નફો કમાઈ શકશો.
કેટલો ખર્ચ આવશે
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ(Village Industries Commission) (KVIC) એ ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ મમરા ઉત્પાદના યુનિટની(Mamra Manufacturing Unit) સ્થાપના પર એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર આ બિઝનેસ શરૂ કરવા માટે કુલ 3.55 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો તમારી પાસે આ વ્યવસાય શરૂ કરવા માટે પૈસા નથી, તો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન લઈ શકાય છે. તમે પ્રોજેક્ટ ખર્ચના આધારે લોન માટે અરજી કરી શકો છો.
દેશભરમાં મમરા એટલે લાઈનો વપરાશ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મંદિરમાં પ્રસાદના રૂપમાં પણ કરવામાં આવે છે. વૈષ્ણોદેવી પ્રસાદમાં(Vaishno Devi Prasad) પણ આ મુર્મુરાનો જ ઉપયોગ થાય છે. આટલુ જ નહી સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
મમરા બનાવવા માટે જરૂરી કાચો માલ
મમરા બનાવવા માટે વપરાતો મુખ્ય કાચો માલ ડાંગર અથવા ચોખા છે. આ કાચો માલ તમારા નજીકના શહેર અથવા ગામમાં સરળતાથી મળી રહેશે. તમે તેને તમારા નજીકના ડાંગર બજારમાંથી જથ્થાબંધ દરે પણ ખરીદી શકો છો. ડાંગરની ગુણવત્તા જેટલી સારી હશે, તેટલા જ સારા મમરા બનશે.
આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, મુંબઈમાં શાકભાજીના ભાવમાં થયો એટલા ટકાનો વધારો
લાઇસન્સની પ્રક્રિયા(LICENSE PROCEDURE)
મમરા અથવા લાઈ બનાવવી એ ખાદ્ય સામગ્રી હેઠળ આવે છે. તેથી, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(Food Safety and Standards Authority of India) (FSSAI) પાસેથી ફૂડ લાઇસન્સ(Food license) મેળવવું પડશે. આ સિવાય તમે તમારા બિઝનેસ માટે નામ પણ પસંદ કરી શકો છો. તે નામે ધંધાની નોંધણી અને જીએસટીનું રજીસ્ટ્રેશન(Business registration and GST registration) પણ કરાવવાનું રહેશે. તમે પેકેટ પર તમારી કંપનીના બ્રાન્ડ નામનો લોગો પણ પ્રિન્ટ કરાવી શકો છો.
કેટલી થશે કમાણી?
મમરા અથવા લાઈ બનાવવાની કિંમત 10 થી 20 રૂપિયા પ્રતિ કિલો છે. છૂટક દુકાનદારો તેને 40-45 રૂપિયામાં વેચે છે. તમે તેને 30-35 રૂપિયા પ્રતિ કિલોના જથ્થાબંધ દરે વેચી શકો છો. તમે છૂટક વેચાણ કરીને સારા પૈસા કમાઈ શકો છો. એકંદરે, તમે ઘરે બેઠા આ વ્યવસાયથી લાખો રૂપિયા કમાઈ શકો છો.
આ સમાચાર પણ વાંચો : ચાલુ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બમ્પર ઉછાળો મોદી સરકારને થઈ અધધ આટલા લાખ કરોડની આવક