Site icon

શું અમદાવાદ ની ટીમ અદાણી ને મળશે? સીવીસી કેપીટલ કંપની સ્પોર્ટ્‌સના સટ્ટાના ધંધામાં હોવાનો આરોપ બાદ હવે ૩ ડિસેમ્બરે ફેંસલો. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર 

આઈપીએલની લોકપ્રિયતા વધતા જતા ભારતીય ક્રિકેટ બોર્ડને લાગ્યું કે તેમાં બે ટીમ ઉમેરી શકાય. આ માટેની જે ફ્રેન્ચાઈઝીને રસ હોય તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતના જુદા જુદા શહેરને હોમગ્રાઉન્ડ રાખી શહેરના નામ સાથે ટીમ બનાવવાના વિકલ્પ આપવામાં આવ્યો જેમાં અમદાવાદ, લખનઉ, ધરમશાળા, ઈંદોર, કટક, ગુવાહાટી પણ રેસમાં હતા. સૌથી વધુ રકમ સાથે બે શહેરની ટીમ બનાવવામાં રસ બતાવ્યો હતો. જેમાં લખનઉ અને અમદાવાદ અગ્રેસર રહ્યા હતા. આમ આગામી આઈપીએલથી ૧૦ ટીમ ઉતરશે. લખનૌ એ અમદાવાદ ટીમની એન્ટ્રી થશે. ભારતીય ક્રિકેટ બોર્ડે પણ અદાણીની જગાએ એક વિદેશી કંપની સીવીસી કેપિટલ અમદાવાદની ટીમની માલિક બની જતા તેઓની ગણતરીમાં થાપ ખાઈ ગયા હોય તેમ અનુભવ્યું હશે. તેવામાં અચાનક આઈપીએલના ભુતપૂર્વ વડા લલિત મોદીએ ભારતીય ક્રિકેટ બોર્ડ પર આરોપ લગાવ્યો કે સીવીસી કેપિટલની પેટા કંપનીઓ અમેરિકા અને યુરોપમાં જ્યાં સટ્ટો સત્તાવાર છે ત્યાં જુદી જુદી રમત ોપર સટ્ટો ખેલતી કંપનીઓ ધરાવે છે. આવી કંપની આઈપીએલની ઈમેજ અને પ્રત્યેક મેચની વિશ્વસનિયતા પર ફટકો પહોંચાડી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આવી ટીમને આઈપીએલમાં પ્રવેશ જ કેમ આપી શકે.આઈપીએલની ૨૦૨૨ની સિઝનથી દસ ટીમ ભાગ લેવાની છે. અત્યાર સુધી આઠ ટીમ જ રમતી રહી છે. જેમાં મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, રાજસ્થાન, હૈદ્રાબાદ,પંજાબ, બેંગ્લોર અને દિલ્હીની ફ્રેન્ચાઈઝીનો સમાવેશ થાય છે. હવે લખનઉ અને અમદાવાદની ટીમ ઉમેરાઈ છે. અમદાવાદની ટીમની માલિક બનેલી વિદેશી કંપની સીવીસી રમતના સટ્ટાનો ધંધો કરે છે તેવો આરોપ મુકાયો હોઈ તેમનું ભાવિ નક્કી કરતી બીસીસીઆઈની યોજાનાર મીટિંગમાં ૩ ડિસેમ્બરે સીવીસી રદ થશે તો અદાણી ગુ્રપને અમદાવાદની માલિકી મળશે. જેણે સૌથી મોટી બીડ માટેનું ટેન્ડર ભર્યું હોય તેને જે શહેરની ટીમ બનાવવી હોય તેની પ્રથમ પસંદગી આપવામાં આવી હતી. સંજીવ ગોએન્કાએ તેની કંપની આરપી-એસજી કંપની વતી રૂ. ૭૦૯૦ કરોડની સૌથી વધુ રકમની બીડ ભરી હતી. તેણે લખનૌ અને અમદાવાદ બંને માટે સરખી રકમ સાથે જ ટેન્ડર ભર્યું હતું. તેને બંનેમાંથી જે ટીમ ખરીદવી હોય તેની પ્રથમ ચોઈસનો હક્ક તેને મળ્યો હતો. ગોએન્કાએ તેનું બિઝનેસ, ઉદ્યોગનું કેન્દ્ર ઉત્તર પ્રદેશ હોઈ લખનઉને પ્રથમ પસંદગી આપી હતી. ગોએન્કાને નિયમ મુજબ એક જ ટીમ ખરીદવા મળે અને તેણે લખનઉ પર પસંદી ઉતારી હતી. હવે આપોઆપ ગોએન્કાની અમદાવાદ માટે પણ તેટલી જ રકમ હતી છતાં તે લખનઉ માટે ખર્ચાઈ ચૂકી હતી. તેથી તે અમદાવાદ કે અન્ય શહેરની ટીમ ખરીદી ન શકે. તે પછીના ક્રમે સીવીસી કેપિટલે અમદાવાદની ટીમ માટે રૂ. ૫૬૨૫ કરોડની રકમ ટેન્ડરમાં ભરી હતી.સીવીસી પરના આરોપ યોગ્ય છે કે કેમ તેની ચર્ચા અને સીવીસીની પ્રોફાઈલ, ધંધાના રીપોર્ટ પર ૩ ડિસેમ્બરની બોર્ડની મીટિંગમાં ચકાસણી પણ થશે. જાે સીવીસી કેપિટલ ભારતીય ક્રિકેટ બોર્ડના ફ્રેન્ચાઈઝી માટેના નિયમના દાયરામાં નહીં આવતું હોય તો તેને રદ કરવામાં આવશે. તે પછીના ક્રમે ટેન્ડરમાં અદાણીની રકમ (રૂા. ૫૧૦૦ કરોડ)  ભરાયેલી છે. તેથી અદાણીને અમદાવાદની ઓફર કરવામાં આવશે. સ્વાભાવિક છે કે અદાણી આ ઓફરનો સહર્ષ કેચ કરી લેશે. લક્સમબર્ગની કંપની જેની કેપિટલ અને કારોબાર સીંગાપોરમાં પણ છે તેણે અમદાવાદ ખરીદતા કોર્પોરેટ જગતમાં સોપો પડી ગયો હતો. કેમ કે અમદાવાદ માટે અદાણી પોતે ગુજરાતના, અમદાવાદના હોઈ આઇપીએલમાં ટીમ માટે બેતાબ હતા પણ તેની બીડ સીવીસી કરતા રૂ. ૫૦૦ કરોડ જેટલી ઓછી રહી હતી. અદાણીએ રૂ. ૫૧૦૦ કરોડની રકમથી ટેન્ડર ભર્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે લલિત મોદીના આરોપને ગંભીરતાથી લીધો છે અને સેક્રેટરી જય શાહે એવી જાહેરાત કરી કે 'અમે સીવીસી કંપનીની પ્રોફાઈલ અને સેટ અપની ચકાસણી તટસ્થ કમિટી દ્વારા કરીશું. અમારી એવી પાયાની શરત છે કે ટીમ કોઈ રમતના સટ્ટામાં સંડોવાયેલી ના હોય. 'કન્ફલિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ' નહીં ચલાવી લેવાય.

ટુરિઝમ પર પસ્તાળ પડી. છેલ્લા ૩ દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશના આટલા હજાર ટૂર પેકેજ કેન્સલ થયા. જાણો વિગત

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version