Site icon News Continuous Bureau | Mumbai

Wipro CEO Salary: વિપ્રોના નવા CEO શ્રીનિવાસ પલિયાને મળશે દરરોજ આશરે 14 લાખ રૂપિયા, વાર્ષિક પેકેજ જાણીને તમે પણ ચોંકી જશો.. જાણો શું છે આ નવા CEO નો વાર્ષિક પગાર..

Wipro CEO Salary: વિપ્રોના નવા સીઈઓ શ્રીનિવાસ પલ્લિયા હશે. તેને વાર્ષિક 60 લાખ ડોલર એટલે કે લગભગ 50 કરોડ રૂપિયાનું પેકેજ મળશે. આ સાથે જ શ્રીનિવાસ પલ્લિયા IT ઉદ્યોગમાં બીજા ક્રમના સૌથી વધુ વેતન મેળવનારા CEO બનાવવા જઈ રહ્યા છે.

Wipro's new CEO Srinivas Palia will get around 14 lakh rupees per day, you will also be shocked to know the annual package

Wipro's new CEO Srinivas Palia will get around 14 lakh rupees per day, you will also be shocked to know the annual package

News Continuous Bureau | Mumbai 

Wipro CEO Salary: વિપ્રોના નવા CEO શ્રીનિવાસ પલ્લિયાને US$60 લાખ (આશરે રૂ. 50 કરોડ) સુધીનું વાર્ષિક પેકેજ મળશે. જેમાં પગાર અને અન્ય લાભોનો સમાવેશ થાય છે. બેંગલુરુ સ્થિત IT કંપનીએ શેરબજારને ( stock market ) આ માહિતી આપી હતી. વિપ્રોએ એપ્રિલમાં થિએરી ડેલાપોર્ટેના અચાનક રાજીનામું આપ્યા બાદ તેના નવા CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પલિયાની નિમણૂકની જાહેરાત કરી હતી. 

Join Our WhatsApp Channel

ગયા વર્ષે, વિપ્રોમાં ડેલાપોર્ટનો પગાર ( Salary ) રૂ. 80 કરોડથી વધુનો વાર્ષિક પગાર સુર્ખિયોમાં રહ્યો હતો. વિપ્રોએ સ્ટોક એક્સચેન્જને માહિતી આપતા જણાવ્યું હતું કે, પલ્લીયાનું મહેનતાણું વાર્ષિક $3.5 મિલિયન અને $6 મિલિયનની વચ્ચે રહેશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, વાસ્તવિક ચૂકવણી આવક અને નફાના પરિમાણો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અન્ય માપદંડો પર અને સંસ્થા-સ્તરની હાંસલ સિદ્ધિઓ પર આધારિત રહેશે.

 Wipro CEO Salary: વિપ્રો સાથે CEO અને MD તરીકે પલિયાનો કરાર પાંચ વર્ષના સમયગાળા માટે છે…

વિપ્રોએ અમેરિકન ડિપોઝિટરી શેર્સ (એડીએસ), પ્રતિબંધિત શેર યુનિટ્સ (એડીએસ આરએસયુ) અને એડીએસ પરફોર્મન્સ શેર યુનિટ્સ (એડીએસ પીએસયુ) ના રૂપમાં પલ્લિયાને લાંબા ગાળાના પ્રોત્સાહનો પણ આપ્યા છે. આ રકમ 40 લાખ યુએસ ડોલર છે. કંપનીના બોર્ડે ભૂતપૂર્વ CEO અને મેનેજિંગ ડિરેક્ટર થિએરી ડેલાપોર્ટને રોકડ વળતરની પણ મંજૂરી આપી છે.

આ સમાચાર પણ વાંચો :  Supreme Court on Hindu Marriage: સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો! રિવાજો વિના હિંદુ લગ્ન માન્ય નથી, મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી.. જાણો કઈ વિધિ વિના લગ્નનું બંધન અધૂરું છે..

વિપ્રો સાથે CEO ( Srinivasa Pallia ) અને MD તરીકે પલિયાનો કરાર 7 એપ્રિલ, 2024 થી 6 એપ્રિલ, 2029 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે છે. BSE ફાઈલિંગમાં ( BSE filing ) એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ પક્ષ દ્વારા બીજા પક્ષને નોટિસ આપીને આ નિમણૂક સમાપ્ત કરી શકાય છે. જો કે, આમાં નોટિસ પિરિયડના બદલામાં પગાર ચૂકવવામાં આવશે.

 

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version