News Continuous Bureau | Mumbai
તહેવારોની સિઝનમાં તમારી EMI વધુ મોંઘી થઈ ગઈ છે. દેશની કેન્દ્રીય બેન્ક ભારતીય રિઝર્વ બેન્ક(Indian Reserve Bank)એ સતત ચોથી વખત રેપો રેટ (Repo Rate hike) વધારવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈ(RBI)એ રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ રેપો રેટ 5.40 ટકાથી વઘીને 5.90 ટકા થઇ ગયો છે. RBI મોનેટરી પોલિસી(RBI Monetory policy)ની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે.
રેપો રેટ વધ્યા બાદ હવે લોન મોંઘી થશે. કારણ કે બેંકોની બોરોઈંગ કોસ્ટ(Borrowing Coast() વધી જશે. ત્યારબાદ બેંક પોતાના ગ્રાહકો પર તેનો બોજો નાખશે. હોમ લોન(Home loan) ઉપરાંત ઓટો લોન(Auto loan) અને અન્ય લોન પણ મોંઘી થશે. રેપો રેટનો સીધો સંબંધ બેંક પાસેથી લેવાતી લોન અને ઈએમઆઈ (EMI) સાથે છે. હકીકતમાં રેપો રેટ એ રેટ છે જેના પર આરબીઆઈ (RBI) બેંકોને કરજ આપે છે.
આ સમાચાર પણ વાંચો : LPG ગ્રાહકો માટે મોટા સમાચાર- હવે વર્ષમાં માત્ર આટલા જ ગેસ સિલિન્ડર લઈ શકશે ગ્રાહકો-મહિનાનો ક્વોટા પણ નક્કી કરાયો- જાણો નવા નિયમો
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2022-23માં, RBIએ મોંઘવારી વધ્યા બાદ સતત ચોથી વખત રેપો રેટ વધારવાનો નિર્ણય કર્યો છે. RBIના આ નિર્ણય બાદ પાંચ મહિનામાં 1.90 ટકાનો વધારો થયો છે.