ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
09 મે 2020
સુરત હીરા બુર્સમાંથી બેન્ક ગેરંટી વગર હીરાની નિકાસ કરવાની પરવાનગી મળતા ઉદ્યોગકારો અને કામદારો માટે રાહતના સમાચાર મળ્યા છે. લોકડાઉન ની શરૂવાતથી લઇ અત્યાર સુધીમાં 4 વખત અંદાજે 1000 કરોડ રૂપિયાની કિંમતના 85 પાર્સલ હોંગકોંગ એક્સપોર્ટ કરાયા છે અને આવનારા 20 દિવસો દરમિયાન રૂ 3000 કરોડનો વેપાર કરવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. નોંધનીય છે કે વિશ્વમાં વેચાતા દસમાંથી આઠ હીરા સુરતમાં તૈયાર થયેલા હોય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુંબઈ હોવાને કારણે આયાત-નિકાસનું કામ મુંબઈથી કરવામાં આવે છે. આ અગાઉ બેંક ગેરંટી આપવાની હોવાથી 30 થી 40 લાખના હીરાના પાર્સલો પર દર મહિને ત્રણ થી ચાર કરોડ રૂપિયાની બેંક ગેરંટી આપવી પડતી હતી. હાલ હીરાના પાર્સલ હીરા બુર્સ ખાતે આવે છે અને કસ્ટમ ક્લિયરન્સ બાદ કાર્ગો વિમાન દ્વારા હોંગકોંગ મોકલવામાં આવી રહ્યા છે..