News Continuous Bureau | Mumbai
World Bank: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ ભારત અને માલદીવ ( Maldives ) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી . માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદી વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મામલો બગડી ગયો હતો. આ બાદ ઘણી ભારતીય કંપનીઓએ પણ માલદીવનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. આ બધાથી હવે આ માલદીવ ઘૂંટણિયે આવે તેમ લાગે છે. ભારત સાથેના સંબંધોને બગાડવો આ દેશને ખૂબ મોંઘો પડ્યો છે. પર્યટન પર નિર્ભર માલદીવની અર્થવ્યવસ્થા ( Maldives Economy ) હવે વધુ મુશ્કેલીમાં આવી શકે છે. વિશ્વ બેંકે આશંકા વ્યક્ત કરી છે કે માલદીવને આર્થિક મોરચે મોટા આંચકાઓનો સામનો કરવો પડી શકે છે.
વિશ્વ બેંકના માલદીવ્સ, નેપાળ અને શ્રીલંકાના ડિરેક્ટર ફારિસ એચ હદાદ-ઝેર્વોસે ( faris hadad-zervos ) નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પ્રવાસન ( Tourism ) આધારિત દેશને કોવિડ લોકડાઉનને કારણે ભારે ફટકો પડ્યો છે. જેથી હવે તે દેવા અને નાણાંકીય મુશ્કેલીમાં ફસાઈ શકે છે. માલદીવ દાયકાઓથી તેની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરી રહ્યું છે. તેથી માલદીવને હાલમાં $512 મિલિયન અને 2026 માં $1.07 બિલિયનની વાર્ષિક લોનની જરૂર પડશે.
For decades #Maldives has been spending beyond its means. Sharp spending rise & subsidies have widened deficit, leading to a vulnerable fiscal situation & unsustainable debt. Annual debt servicing needs are likely to be $512 million for 2024 & 2025, & $1.07 billion in 2026 (1/3) pic.twitter.com/3DGDbyFwgk
— Faris H. Hadad-Zervos (@WorldBankNepal) June 10, 2024
World Bank: આ દેશને મોટા આર્થિક આંચકાનો સામનો કરવો પડી શકે છે…
માલદીવના નાણા મંત્રાલયે તાજેતરમાં એક નિવેદન આપતા કહ્યું હતું કે, દેશનું દેવું ( Debt ) જીડીપીના લગભગ બરાબર ટકા છે. તેમનું દેવું 8.2 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. વર્લ્ડ બેંકના ડિરેક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, માલદીવમાં ( Maldives GDP ) સબસિડી અને સરકારી ખર્ચ સતત વધી રહ્યા છે. જેના કારણે રાજકોષીય ખોટ વધી રહી છે. જો આમ જ આગળ ચાલુ રહ્યું તો આ દેશને મોટા આર્થિક આંચકાનો સામનો કરવો પડી શકે છે. તેમણે વઘુમાં લખ્યું હતું કે, માલદીવમાં બને તેટલી વહેલી તકે આર્થિક સુધારા લાગુ કરવા જોઈએ. માલદીવમાં હાલ પ્રવાસન પણ ઘટી રહ્યું છે. આ કારણે પણ નાણાકીય મોરચે સમસ્યાઓ છે.
આ સમાચાર પણ વાંચો: Kuwait Fire: પ્રધાનમંત્રીએ કુવૈત શહેરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
આ પહેલા 8 મેના રોજ વર્લ્ડ બેંક દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, પ્રવાસન અને દેશના અન્ય મોટા ઉદ્યોગોમાં હાલ મંદી છે. જેના કારણે માલદીવની જીડીપીને આંચકો લાગ્યો છે. માલદીવની અર્થવ્યવસ્થા આ વર્ષે 4.7 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. આ અગાઉના અંદાજ કરતાં ઓછું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)