ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 નવેમ્બર 2020
દુનિયામાં ઘણી મોંઘી વસ્તુઓ છે જેના વિશે તમે સાંભળ્યું હશે અથવા વાંચ્યું હશે. પરંતુ તમે ક્યારે દુનિયાની સૌથી મોંઘી બેગ વિશે સાંભળ્યું છે?? આજે અમે તમને વિશ્વની સૌથી મોંઘી બેગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. હા, ઇટાલીની એક લક્ઝરી બ્રાન્ડે દુનિયાની સૌથી મોંઘી બેગ ડિઝાઇન કરી છે. આ બેગની કિંમત 53 કરોડ રૂપિયા છે.
આ બેગની કિંમત સાંભળીને તમને એવો સવાલ થશે કે એવું તો વળી શું છે આ બેગમાં જેની કિંમત છે આટલી બધી છે. કારણ કે કોઇ સામાન્ય માણસને આટલી કિંમત કમાવામાં આખી જિંદગી નીકળી જાય અથવા તો આટલી રકમ કોઇ સામાન્ય માણસે જોઇ પણ ન હોય. જો કે આ બેગ દુનિયાની સૌથી મોંઘી બેગ છે. હકીકતમાં, લક્ઝરી ઇટાલિયન બ્રાન્ડ બોરીની મિલાનેસીએ 6 મિલિયન યુરો એટલે કે લગભગ 53 કરોડ રૂપિયાની દુનિયાની સૌથી મોંઘી બેગ લોન્ચ કરી છે. દરિયાઇ પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા બેગને બનાવવામાં આવી છે.
આ બેગની સુંદરતા એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટમાં વીડિયો દ્વારા બતાવવામાં આવી છે. હળવા વાદળી શાઇની લુકિંગ બેગમાં 130 કેરેટ હીરા અને 10 સફેદ ગોલ્ડ પતંગિયા લગાવવામાં આવ્યા છે. જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ સિવાય બેગ બંધ કરવા માટે એક હૂક પણ લગાવવામાં આવ્યો છે. શાઇની લુકિંગ બેગમાં, બોરીની મિલનેસીએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં લખ્યું છે કે સમુદ્રને બચાવવા અને જાગૃતિ લાવવા માટે આ બેગનું અનાવરણ કરવામાં અમને ગર્વ છે. તે 6 મિલિયન યુરોની બેગ છે. આગળ લખ્યું છે કે તેની આવકમાંથી 800 હજાર યુરો સમુદ્રની સફાઇ માટે દાન કરવામાં આવશે.
Join Our WhatsApp Community
