News Continuous Bureau | Mumbai
દેશમાં ફુગાવો આસમાને પહોંચી ગયો છે અને આજના જથ્થાબંધ(Wholesale )ફુગાવાના(inflation) આંકડા આના સાક્ષી છે.
કોમર્સ મિનિસ્ટ્રીના(Ministry of Commerce) આંકડા અનુસાર હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ(Wholesale price index) મે મહિનામાં 15.88% ના રેકોર્ડ સ્તરે પહોંચી છે અને કોર ઈન્ફલેશન રેટ(Core inflation rate) 10.50% રહ્યો છે.
જથ્થાબંધ મોંઘવારી દરમાં આ વધારો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના(foodstuffs) ભાવમાં વધારાને કારણે થયો છે.
ખાદ્ય ફુગાવો મે મહિનામાં વધીને 10.89 ટકા થયો છે, જે અગાઉના મહિને એટલે કે એપ્રિલમાં 8.88 ટકા હતો
ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં જ જથ્થાબંધ મોંઘવારી(Wholesale inflation) 15 ટકાથી ઉપર પહોંચી ગઈ હતી અને 9 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સહિત આ દિગ્ગજોને આરબીઆઈના કેન્દ્રીય બોર્ડમાં ડિરેક્ટર તરીકે કર્યા નિયુક્ત-જાણો કેટલા વર્ષનો રહેશે તેમનો કાર્યકાળ