News Continuous Bureau | Mumbai
WPI Inflation: આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અત્યંત કડકડતી ઠંડી પડી હતી. ત્યારે આ સમયગાળા દરમિયાન ફુગાવાના દરમાં ( inflation rate ) પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે. આને દર્શાવતો એક રિપોર્ટ હવે સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટીને 0.27 ટકા પર આવી ગયો છે. અગાઉના મહિનામાં એટલે કે ડિસેમ્બર 2023માં આ જથ્થાબંધ ફુગાવાનો ( Wholesale inflation rate ) દર 0.73 ટકા હતો.
આ રીતે, જાન્યુઆરીમાં મહિના દર મહિનાના આધારે છૂટક ફુગાવો ( Retail inflation ) અને જથ્થાબંધ ફુગાવો ( Wholesale inflation ) બંનેમાં ઘટાડો થયો છે. જો કે, વાર્ષિક ધોરણે જોવામાં આવે તો જાન્યુઆરી 2023માં જથ્થાબંધ મોંઘવારી દર 4.8 ટકા હતો.
રિપોર્ટ મુજબ, જાન્યુઆરી 2024માં રિટેલ ફુગાવો પણ ઘટ્યો હતો અને ડિસેમ્બરની સરખામણીમાં તે ઘટીને 5.10 ટકા થયો હતો. જો કે, અગાઉ ડિસેમ્બર 2023માં આ રિટેલ ફુગાવાનો દર 5.69 ટકા હતો.
જાન્યુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થયો છે..
આ રિપોર્ટ મુજબ, જાન્યુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ ખાદ્ય ફુગાવાનો દર ઘટીને 3.79 ટકા પર આવી ગયો છે. અગાઉના મહિનામાં ખાદ્ય ફુગાવાનો દર 5.39 ટકા હતો.
આ સમાચાર પણ વાંચો : PM Modi: ભારતના સન્માનમાં બુર્જ ખલીફા ‘ગેસ્ટ ઓફ ઓનર-રિપબ્લિક ઓફ ઈન્ડિયા’થી ઝળહળી ઉઠ્યું.. જાણો ક્રાઉન પ્રિન્સે શું કહ્યું?
જો વાત કરીએ, મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સની તો તેમાં ફુગાવાનો દર ( inflation rate ) જાન્યુઆરીમાં ઘટીને -1.15 ટકા થઈ ગયો છે, જે અગાઉના મહિનામાં એટલે કે ડિસેમ્બર 2023માં -0.71 ટકા હતો.
તેમજ ઈંધણ અને પાવર પ્રોડક્ટ્સનો મોંઘવારી દર જાન્યુઆરીમાં વધીને -0.51 ટકા થયો છે. અગાઉના મહિનામાં એટલે કે ડિસેમ્બર 2023માં, ઇંધણ અને પાવર ઉત્પાદનોનો ફુગાવાનો દર -2.41 ટકા હતો.