ZED certification scheme: MSME એકમોને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટીફિકેશન યોજના અમલી

ZED certification scheme: UDYAM પોર્ટલ પર નોંધાયેલા MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો મેળવવા યોગ્ય ZED સર્ટિફિકેટ મેળવવા www.zed.msme.gov.in વેબ પોર્ટલ પર નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરવું

by Dr. Mayur Parikh
zed-certification-scheme-aimed-at-enabling-msmes-on-a-global-scale

News Continuous Bureau | Mumbai 
ZED certification scheme: કેન્દ્ર સરકાર(Central govt) દ્વારા MSME(મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ, એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ) એકમોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક અને ટકાઉ બનાવવા તેમજ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ સક્ષમ બનાવવાના હેતુસર એપ્રિલ ૨૦૨૨થી ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ(ZED) સર્ટિફિકેશન યોજના જાહેર કરી છે.

કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સ્કિમ કોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨ હેઠળ MSME એકમોને ZED સર્ટિફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ.૫૦ હજાર સુધીની સહાય (ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.

પાત્રતા:

ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/પ્રોત્સાહન મેળવવા UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલા તમામ MSME એકમો યોગ્યતા ધરાવે છે.

પ્રક્રિયા:

MSME એકમોએ ZED સર્ટીફિકેટ મેળવવા www.zed.msme.gov.in વેબ પોર્ટલ પર નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં સર્ટિફિકેશન લેવલ ૧-બ્રોન્ઝ, સર્ટિફિકેટ લેવલ ૨-સિલ્વર અને સર્ટિફિકેટ લેવલ ૩-ગોલ્ડ મેળવી શકશે.

આ સમાચાર પણ વાંચો : Direct Tax Collection: ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરી છલકાઈ, 10 ઓગસ્ટ સુધી આવ્યા અધધ આટલા લાખ કરોડ…

ફાયદા:

MSME એકમોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાંકીય અને ટેકનિકલ મદદ મળશે. અદ્યતન ટેકનોલોજીનાં વપરાશ સાથે પર્યાવરણને અનુકૂળ પદ્ધતિથી ઉચ્ચ ગુણવત્તા સભર ઉત્પાદન મેળવી શકાશે. નિકાસને સક્ષમ કરવા ઝીરો ડિફેક્ટ ઉત્પાદનના વિકાસ માટે ઇકોસિસ્ટમનો વિકાસ. સાથે જ ZED સર્ટીફિકેશન દ્વારા ઉત્પાદકતા,પર્યાવરણ પ્રત્યે જાગૃતતા અને કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકાશે.

ઉપરોક્ત ZED સર્ટીફિકેશનના લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તે હેતુથી QUALITY COUNCIL OF INDIA (QCI) એ એમ્પેનલ કરેલ એજન્સીઓ (૧) 4C Consulting Pvt Ltd.,(૨) Efforts Consulting, (3 ) Separis Knowledge Sol Pvt ltd, (૪) Here Quality Excellence Pvt Ltd, (૫) Perfect Consulting, (૬) Astraleus Service Pvt ltd દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્ડ હોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ/ફી ચૂકવવાની રહેશે નહિ તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,સુરતના નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More