• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - શિક્ષણ
Category:

શિક્ષણ

Get latest education news in Gujarati language including exams, results, jobs, school, college, arts and science, teaching.| education news,education live news,education news update | શિક્ષણ સમાચાર, શિક્ષણ જીવંત સમાચાર, શિક્ષણ સમાચાર અપડેટ

CBSE Board Exam 2026 Cbse Board Exam Two Times In A Year From 2026 Confirmed Check Cbse 10th 2 Exams Guidelines
શિક્ષણMain PostTop Post

CBSE Board Exam 2026: 2026 થી વર્ષમાં આટલી વાર લેવામાં આવશે 10મા ધોરણની પરીક્ષા, CBSE બોર્ડે નવા નિયમોને આપી મંજૂરી…

by kalpana Verat June 25, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

  CBSE Board Exam 2026: CBSE બોર્ડના ધોરણ 10માના વિદ્યાર્થીઓ (CBSE Board 10th Exam) માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા વર્ષમાં બે વાર ધોરણ 10માની બોર્ડ પરીક્ષા લેવાના ધોરણોને મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી સંયમ ભારદ્વાજ દ્વારા આપવામાં આવી છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રથમ તબક્કો ફેબ્રુઆરીમાં લેવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષા મે મહિનામાં યોજાશે. અહીં વિદ્યાર્થીઓ માટે પ્રથમ તબક્કાની પરીક્ષામાં બેસવું ફરજિયાત રહેશે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષામાં તે વૈકલ્પિક રહેશે.

CBSE Board Exam 2026:  ગુણ સુધારવા માટે બીજી તક આપવામાં આવશે

બોર્ડના આ નિર્ણય પછી, જો કોઈ વિદ્યાર્થીને પ્રથમ તબક્કાની બોર્ડ પરીક્ષામાં ઓછા ગુણ મળે છે, તો તેને તેના ગુણ સુધારવાની બીજી તક મળશે. તે બીજા તબક્કાની પરીક્ષામાં સારું પ્રદર્શન કરીને ગુણ સુધારી શકે છે. આ પગલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ લેવામાં આવ્યું છે. જેનો હેતુ વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત શિક્ષણ પ્રણાલીને પ્રોત્સાહન આપવાનો છે.

CBSE Board Exam 2026:  પ્રથમ તબક્કાની પરીક્ષા ફરજિયાત

મહત્વનું છે કે CBSE બોર્ડ ધોરણ 10મી પરીક્ષા વર્ષમાં બે વાર લેવાની માંગ કોરોના સમયગાળાથી સતત ચાલી રહી હતી. તે જ સમયે, હવે બોર્ડે તેને મંજૂરી આપી દીધી છે. ધ્યાનમાં રાખો કે પ્રથમ તબક્કાની પરીક્ષા મુખ્ય પરીક્ષા હશે. બધા વિદ્યાર્થીઓ માટે અહીં હાજર રહેવું ફરજિયાત રહેશે. તે જ સમયે, બીજા તબક્કાની પરીક્ષા પૂરક પરીક્ષાના રૂપમાં હશે. તે વૈકલ્પિક હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Shubhanshu Shukla Axiom Mission-4 : ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન માટે અવકાશમાં ઉડાન ભરી, સાથે શું લઇ જઈ રહ્યા છે, ત્યાં જઈને શું કરશે? જાણો તમામ ડિટેલ્સ

CBSE Board Exam 2026:  પરિણામ ક્યારે આવશે

CBSE બોર્ડ 10મીના પ્રથમ તબક્કાના પરિણામો એપ્રિલમાં જાહેર કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કાના પરિણામો જૂનમાં જાહેર કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓને તેમના સ્કોર સુધારવાની તક મળશે.

 

June 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Paperless Exam RRU starts paperless exams, another leap forward in the direction of development
શિક્ષણ

Paperless Exam : આરઆરયુએ શરૂ કરી પેપરલેસ પરીક્ષા, વિકાસની દિશામાં વધુ એક હરણફાળ

by kalpana Verat June 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Paperless Exam : રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (આરઆરયૂ)એ આજે તેના ગુજરાત કેમ્પસમાં પેપરલેસ પરીક્ષા પ્રણાલી લાગુ કરી હોવાનું એક ક્રાંતિકારી પગલું જાહેર કર્યું છે. યુનિવર્સિટીએ ચારુસેટ યુનિવર્સિટી, ચાંગાના સહકારથી વિવિધ કાર્યક્રમોમાં પેપરલેસ પરીક્ષાઓ યોજી છે. આ પર્યાવરણમૈત્રી પરીક્ષા પ્રક્રિયામાં કુલ 1,341 વિદ્યાર્થીએ ભાગ લીધો, જે યુનિવર્સિટીની નવીન્ય અને પર્યાવરણ માટેની જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ પહેલ યુનિવર્સિટીના શૈક્ષણિક માળખામાં પર્યાવરણીય સ્થિરતા અને કામગીરીની અસરકારકતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું છે.

Paperless Exam RRU starts paperless exams, another leap forward in the direction of development

પેપરલેસ પરીક્ષા પદ્ધતિનો અમલ પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક પ્રક્રિયાઓના સુધારા પ્રતિ આરઆરયૂની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. યુનિવર્સિટીનો હેતુ માત્ર પર્યાવરણ પર પડટી વિપરીત અસરને ઓછું કરવાનો નથી, પરંતુ પરીક્ષાની પ્રક્રિયા ઝડપી બનાવવી અને પરિણામોની ઝડપી જાહેરાત સુનિશ્ચિત કરવાનો પણ છે. આ નવીન પગલાંને કારણે ઉત્તરમૂલ્યાંકન અને પરિણામ પ્રક્રિયામાં લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટશે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને લાભ થશે. આ ટેક્નોલોજી અપનાવવાના પરિણામે આરઆરયૂએ સાત કાર્યદિવસની અંદર પરિણામ જાહેર કર્યું છે. ચારુસત યુનિવર્સિટી, ચાંગા સાથેનો સહકાર શિક્ષણક્ષેત્રે સંયુક્ત નવીનતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Paperless Exam RRU starts paperless exams, another leap forward in the direction of development

આ સમાચાર પણ વાંચો : Ahmedabad plane crash updates: અમદાવાદ વિમાન દુર્ઘટના: વિમાનના બ્લેક બોક્સને ક્યાં ડીકોડ કરવામાં આવશે;AAIB નક્કી કરશે, સરકારે કરી સ્પષ્ટતા..

પેપરલેસ પ્રણાલીમાં પરિવર્તનથી અનેક લાભ મળવાની શક્યતા છે, જેમ કે, કાગળના વપરાશમાં ઘટાડો, જે પર્યાવરણીય સ્થિરતાને વધારશે, ઉત્તરમૂલ્યાંકનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાની, પરિણામ વહેલાં જાહેર કરવા માટે,પરીક્ષા પદ્ધતિમાં વધુ સુરક્ષા અને ડેટા મેનેજમેન્ટની શક્યતા.

Paperless Exam : યુનિવર્સિટી તમામ વિદ્યાર્થીઓને સરળ અને કાર્યક્ષમ પરીક્ષા અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.

“અમે પેપરલેસ પરીક્ષા પદ્ધતિ શરૂ કરીને ગૌરવ અનુભવી રહ્યાં છીએ,” આરઆરયૂના પ્રવક્તાએ કહ્યું. “આ પહેલ અમારા વિદ્યાર્થીઓ અને પર્યાવરણની સુખાકારી માટે ટેક્નોલોજી અપનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે આત્મવિશ્વાસ સાથે કહી શકીએ કે આ નવી પદ્ધતિ પરીક્ષાનો અનુભવ વધુ સારો અને યાદગાર બનાવશે અને એક વધુ સુરક્ષિત ભવિષ્યમાં નોધપાત્ર યોગદાન આપશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Career Guidance ‘Career Guidance Special Issue-2025’ published with the aim of providing guidance to the youth in the field of employment and career
શિક્ષણ

Career Guidance :યુવાઓને રોજગાર અને કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત, ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક પ્રશ્નોનું નિરાકરણ વિશેષાંકમાં મળશે

by kalpana Verat May 6, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Career Guidance :રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત પાક્ષિક’ અને ‘રોજગાર સમાચાર’ અંગે સરકારના સુચારું પગલા

       યુવાઓને રોજગાર અને કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રતિવર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. 

         ધો.૧૦ અને ૧૨ પછી  ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી-સ્વરોજગારીની તકો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો અને બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી સહિતનું માર્ગદર્શન તેમજ યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન ઉપરાંત પ્રેરણાદાયી લેખો પણ આ અંકમા સમાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ajaz Khan Rape Case: એજાઝ ખાન રેપ કેસ માં આવ્યું મોટું અપડેટ, મુંબઈ પોલીસે અભિનેતા વિરુદ્ધ કરી આવી કાર્યવાહી

           કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક મેળવવા માટે પ્રાદેશિક માહિતી કચેરી પોલીટેકનિક કેમ્પસ, અમદાવાદ ખાતેથી રૂ.૨૦/- ની કિંમતે વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકાશે.

         અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા મહિનામાં બે વખત ગુજરાત પાક્ષિક તેમજ દર અઠવાડિયે રોજગાર સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી તથા સામાન્ય નાગરિકને ઉપયોગી નીવડે તે મુજબની સરકારની યોજનાલક્ષી માહિતીનો સમાવેશ હોય છે. આ પાક્ષિક અને રોજગાર સમાચારનું લવાજમ  પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતે ભરી શકાય છે. અંકો ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પણ પૂરા પાડવામાં આવે છે.  જે કોઈ વિદ્યાર્થીઓ ઘરે બેઠા ગુજરાત પાક્ષિક અને રોજગાર સમાચાર મેળવવા ઈચ્છતા હોય તો તેઓએ ગુજરાત પાક્ષિકનું વાર્ષિક લવાજમ રૂપિયા 50/- અને રોજગાર સમાચારનું વાર્ષિક લવાજમ રૂપિયા 30/- ભરીને ઘરે બેઠા સરકારની આ સેવાનો લાભ મેળવી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GSEB Result 2025 Std. 12 Science and General Stream results declared, Surat students stood first in Science and General Stream across the state with A-1 and A-2 grades
સુરતશિક્ષણ

GSEB Result 2025 : ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેરઃ સમગ્ર રાજ્યમાં ધો.૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓ A-1 અને A-2 ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહ્યા

by kalpana Verat May 5, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

GSEB Result 2025 : 

  • રાજ્યભરમાં સૌથી વધુ સુરતના વિદ્યાર્થીઓએ A-૧ અને A-૨ ગ્રેડ મેળવી રાજ્યમાં ડંકો વગાડ્યો

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષા તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં ૧,૦૦,૫૭૫ વિદ્યાર્થીઓ પૈકી સુરત જિલ્લામાં ૧૪,૧૩૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યના ૮૩.૫૧ પરિણામ આવ્યું છે, જયારે સુરત જિલ્લાનું ૮૬.૫૦ ટકા પરિણામ આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં ૮૩૧ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે, જે પૈકી સુરત જિલ્લાના ૨૪૭ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જે કુલ ટકાવારીના ૨૯.૭૨ ટકા થાય છે. જયારે રાજ્યમાં ૮૦૮૩ એ-૨ ગ્રેડ મેળવ્યો છે જે પૈકી સુરતના ૧૬૨૨ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવીને રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જે કુલ ટકાવારીના ૨૦.૦૭ ટકા છે. આમ એ-૧ અને એ-૨ ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહીને સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાં ડંડો વગાડ્યો છે. સુરત જિલ્લાના ૨૪૫૭ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ, ૨૫૬૬ વિદ્યાર્થીઓએ બી-૨, ૨૬૨૯ વિદ્યાર્થીઓએ સી-૧ અને ૨૧૭૫ વિદ્યાર્થીઓએ સી-૨ ગ્રેડ મેળવ્યો છે.

સામાન્ય પ્રવાહ

ધો.૧૨ સામાન્ય પ્રવાહની વિગતો જોઈએ તો, સમગ્ર રાજ્યમાં ૩,૬૨,૫૦૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં સુરત જિલ્લાના ૪૧,૮૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યનું ૯૩.૦૭ ટકા પરિણામ આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું ૯૩.૯૭ ટકા પરિણામ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Prachi Nayak :ભટારના સિંગલ મધરની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦% સાથે ઝળહળતી સફળતા મેળવી

સમગ્ર રાજ્યમાં ૫૬૬૦ વિદ્યાર્થીઓએ A-૧ ગ્રેડ મેળવ્યો છે. જે પૈકી સુરત જિલ્લાના ૧૬૭૨ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જે કુલ ટકાવારીના ૨૯.૫૪ ટકા થાય છે. જયારે રાજ્યમાં ૪૦,૩૩૧ વિદ્યાર્થીઓએ A-૨ ગ્રેડ મેળવ્યો છે જે પૈકી સુરતના ૬,૬૬૯ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવીને રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જે કુલ ટકાવારીના ૧૬.૫૪ ટકા છે. આમ A-૧ અને A-૨ ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહીને સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાં ડંડો વગાડ્યો છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાના ૯૧૭૯ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ, ૯૯૦૫ વિદ્યાર્થીઓએ બી-૨, ૮૧૯૮ વિદ્યાર્થીઓએ સી-૧ અને ૩૫૦૫ વિદ્યાર્થીઓએ સી-૨ ગ્રેડ મેળવ્યો છે જે બદલ સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prachi Nayak, daughter of a single mother from Bhattar, achieved brilliant success with 90% in Class 12 (General Stream).
સુરતશિક્ષણ

Prachi Nayak :ભટારના સિંગલ મધરની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦% સાથે ઝળહળતી સફળતા મેળવી

by kalpana Verat May 5, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Prachi Nayak : એકલા હાથે દીકરીને ઉછેરનાર સિંગલ મધર દ્રષ્ટિ નાયકની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦ % તેમજ ૯૮.૪૩ પર્સન્ટાઈલ સાથે ઝળહળતી સફળતા મેળવી છે. સખ્ત મહેનત કરી ઉચ્ચ ગુણાંકે પાસ થનાર શારદાયતન સ્કુલની વિદ્યાર્થિની પ્રાચીએ કહ્યું કે, રોજના સાત કલાક વાંચનથી સિદ્ધિ મળી છે. આગામી સમયમાં બીસીએ કરવાની ઈચ્છા છે. સાથે જ જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરીને દેશની વહીવટી સેવા સાથે જોડાઈ કલાસ વન ઓફિસર તરીકે દેશસેવા કરવાની તમન્ના છે.

Prachi Nayak, daughter of a single mother from Bhattar, achieved brilliant success with 90% in Class 12 (General Stream).

 

આ સમાચાર પણ વાંચો : Ladki Bahin Yojana : લાડકી બહેનોની આશા પર પાણી! 1500 વધારીને 2100 રૂપિયા ન કરી શકાય, આ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી વાત…

ભટાર વિસ્તારમાં રહેતા પ્રાચીના માતા દ્રષ્ટિ નાયક સુરતની એક સ્થાનિક ચેનલમાં ન્યૂઝ એન્કર છે. પ્રાચીએ આઠ વિષયોના ૭૫૦ માંથી ૬૭૯ માર્ક્સ મેળવ્યા છે અને આઠમાંથી ૪ વિષયોમાં એ-વન ગ્રેડ મેળવ્યો છે. સ્ટેટેસ્ટિકસ વિષયમાં ૧૦૦માંથી ૯૯ ગુણ પ્રાપ્ત કર્યા છે. પ્રાચી જણાવે છે કે, મારી સફળતાના પાયામાં માતા દ્રષ્ટિબેન છે, જેમણે ખૂબ સંઘર્ષ કરીને એકલા હાથે ઉછેર કરીને મને ભણાવી છે, ત્યારે આગામી સમયમાં હું માતાના સપના પૂર્ણ કરીશ.

Prachi Nayak, daughter of a single mother from Bhattar, achieved brilliant success with 90% in Class 12 (General Stream).

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad News phd at 82 ramila shukla fulfills childhood dream inspiring achievement
શિક્ષણઅમદાવાદ

Ahmedabad News: એજ ઇસ જસ્ટ અ નંબર… ૮૨ વર્ષની વયે પીએચડીની ઉપાધિ મેળવી પૂરું કર્યું બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન

by kalpana Verat April 18, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ahmedabad News:

  • નિવૃત્તિ વય વટાવી ગયા પછી ઉચ્ચ અભ્યાસનો મનસૂબો પાર પાડતાં 82 વર્ષનાં રમીલાબહેન શુક્લા
  • BAOUના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં PhDની પદવી મેળવતાં રમીલાબહેન શુક્લા
  • યુવાન મનોવસ્થા ધરાવતા 82 વર્ષનાં મહિલા રમીલાબહેનની ડૉ. રમીલાબહેન બનવા સુધીની પ્રેરણાદાયી સફર
  • રમીલાબહેન માટે ભણવું, વાંચવું અને લખવું એ જિંદગીની નકારાત્મકતાથી દૂર રહેવાના ઉપાયો
  • PhDમાં પોતાના વિષય ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ માટે રમીલાબહેનને દિલથી પ્રેમ
     

“મારે બીજા લોકોની જેમ આ ઉંમરે નકારાત્મકતાના સહારે નથી રહેવું, દુનિયા ખૂબ સુંદર છે અને મારે આ સુંદર દુનિયામાં મન ભરીને જીવવું છે!” આ શબ્દો છે 82 વર્ષની ઉંમરે પણ યુવાન મનોવસ્થા ધરાવતાં રમીલાબહેન શુક્લાના, જેમણે તાજેતરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં સ્ટેજ પરથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં PhDની પદવી પ્રાપ્ત કરી છે. આટલી જૈફ વયે અભ્યાસ કરીને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારા રમીલાબહેનને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત અને આનંદિત થયા હતા. આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કરનારાઓમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા પણ સામેલ હતા!

Ahmedabad News phd at 82 ramila shukla fulfills childhood dream inspiring achievement

ભારતની આઝાદી પહેલા એટલે કે, વર્ષ 1943માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જન્મેલા રમીલાબહેન સ્વભાવે પહેલેથી જ ખૂબ મહેનતુ હતા. લગ્ન પહેલા વર્ષ 1965માં તેમણે અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાની જિંદગીના 70 દાયકા પસાર કર્યા પછી રમીલાબહેને પોતાની આગળ વધારે ભણવાની ઈચ્છાથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વર્ષ 2016માં ગુજરાતી વિષયમાં માસ્ટર ઓફ આર્ટ્સના કોર્સ માટે એડમિશન લીધું. જે ઉંમરમાં લોકો જિંદગીથી થાકીને આરામ અને કામ વગર રહેવાનું પસંદ કરે છે તે ઉંમરમાં રમીલાબહેને ગુજરાતી વિષય સાથે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ઝંપલાવી દીધું.

Ahmedabad News phd at 82 ramila shukla fulfills childhood dream inspiring achievement

રમીલાબહેનનું કિશોરાવસ્થાનું સ્વપ્ન હતું કે તેઓ ખૂબ જ ભણે. ભણવું વાંચવું અને વિચારવું એ રમીલાબહેનની ગમતી પ્રવૃત્તિઓ છે. 71 વર્ષની ઉંમરે તેમને એવું લાગ્યું કે હવે સંસારની બધી જવાબદારી તેમણે નિભાવી લીધી છે અને તેમની સહ ઉંમરના લોકો જોડેથી જિંદગી માટે જેવી નકારાત્મક વાતો તેઓ સાંભળે છે, તેવી જિંદગી તેમને નથી જીવવી. આ જ ધગશ સાથે વર્ષ 2016માં મહેનત કરીને તેઓએ 73 વર્ષની ઉંમરે MAની ડિગ્રી પ્રાપ્ત કરી. રમીલાબહેન અને તેમના કુટુંબ માટે આ એક ગર્વની વાત હતી. 

Ahmedabad News phd at 82 ramila shukla fulfills childhood dream inspiring achievement

રમીલાબહેન આટલાથી સંતોષ માનવામાં રાજી નહોતા. તેમણે વધુ અભ્યાસ કરવા માટે નિશ્ચય કરી લીધો હતો. આમ કરતા તેમણે PhD એટલે કે, ડોક્ટરેટની ડિગ્રી મેળવવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. આ ઉંમરે PhDની ડીગ્રી પ્રાપ્ત કરવી એ નાની વાત ન હતી. રમીલાબહેને જોયું કે PhDની પરીક્ષા આપવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે; તેમ છતાં તેમણે પીછેહટ ના કરી.

Ahmedabad News phd at 82 ramila shukla fulfills childhood dream inspiring achievement

 

PhDના કોર્સમાં એડમિશન લેવા માટે તેમણે પહેલો પડાવ પાર કરવાનો હતો. PhDની પ્રવેશ પરીક્ષા માટે રમીલાબહેને ટ્યુશનનો સહારો લીધો. આ પરીક્ષા પાસ કરીને તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના PhD કોર્સમાં એડમિશન લીધું. ગુજરાતી વિષયમાં ખૂબ જ રસ હોવાથી PhD માટે રમીલાબહેને ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ વિષય પસંદ કર્યો.રમીલાબહેન પાસે કમ્પ્યૂટરનું જ્ઞાન ન હતું અને તેમણે ડીગ્રી પ્રાપ્ત કરવા માટે ગુજરાતી ટાઈપિંગ કરવું જરૂરી હતું. કેમ કે, PhD માટેના થીસીસ લખવા માટે કમ્પ્યૂટરનો સહારો લેવો અનિવાર્ય હતો, તેઓએ આ માટે કમ્પ્યૂટરનું પાયાનું જ્ઞાન લીધું અને કમ્પ્યૂટર ઉપર જરૂરિયાત પૂરતું કામ કરી શકે તેટલું તેઓ શીખી ગયા.

Ahmedabad News phd at 82 ramila shukla fulfills childhood dream inspiring achievement

 

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી યોગેન્દ્રભાઈ પારેખ રમીલાબહેનની PhD ડિગ્રી માટે તેમના પ્રોફેસર અને ગાઇડ હતા. પ્રો. યોગેન્દ્રભાઈ તેમને દરેક પડાવ ઉપર માર્ગદર્શન – મદદ કરતા હતા. રમીલાબહેન કુતુહલવશ પ્રો. યોગેન્દ્રભાઈને પૂછતા કે, PhD કરવા માટે ઓછામાં ઓછા કેટલા પુસ્તકો વાંચવા પડે? પ્રો. યોગેન્દ્રભાઈ કહેતા કે, પોતાના વિષયના ઓછામાં ઓછા 100 પુસ્તકો વાંચવા પડે. રમીલાબહેને પોતાની વાંચનશક્તિનો ભરપૂર ઉપયોગ કરીને 135 જેટલા પુસ્તકો વાંચી પોતાના વિષય માટે થીસીસ લખ્યો.

Ahmedabad News phd at 82 ramila shukla fulfills childhood dream inspiring achievement

 

પોતાના ભણતર દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી તેમને ખૂબ જ સારો સહકાર મળી રહ્યો. યુનિવર્સિટીએ તેમના જેવા વિદ્યાર્થી પ્રત્યે સમજણ દાખવી ભણતરમાં તેમને ખૂબ સાથ સહકાર આપ્યો. યુનિવર્સિટી તરફથી મળેલા આ સાથ સહકાર બદલ તેવો યુનિવર્સિટી માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. સુશ્રી અમીબહેન ઉપાધ્યાય કહે છે કે, “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમે કોઈપણ ઉંમરે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકો છો. ભારતીય સંસ્કૃતિ હંમેશાં જ્ઞાનકેન્દ્રિત રહી છે ત્યારે 82 વર્ષની ઉંમરે PhDની ડીગ્રી પ્રાપ્ત કરવા માટે હું રમીલાબહેનને ખૂબ જ શુભેચ્છાઓ આપું છું. તેઓ આ ઉંમરે બીજી મહિલાઓ અને મોટી ઉંમરના વ્યક્તિઓને જ્ઞાન મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે જોડાઈને રમીલાબહેનની જેમ સૌ કોઈ જ્ઞાન મેળવીને સફળતા પ્રાપ્ત કરી શકે છે.”

આ સમાચાર પણ વાંચો :Annapurna ATM : ગુજરાતના આ જિલ્લામાં શરૂ થયું અન્નપુર્ણા એ.ટી.એમ, જરૂરિયાતમંદોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે

 

Ahmedabad News phd at 82 ramila shukla fulfills childhood dream inspiring achievement

રમીલાબહેન પોતાના પરિવારે આપેલા સાથ સહકાર બદલ ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરે છે. રમીલાબહેન પોતાના જીવનસાથી ગુજરી ગયાના 30 વર્ષ બાદ પણ આ રીતે ભણી શક્યા તે માટે તેઓ ખૂબ જ આનંદિત છે. પોતાના વિષય ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ માટે તેઓને દિલથી પ્રેમ છે. ગઝલ પ્રત્યે રમીલાબહેન અંદરથી જ રસ ધરાવે છે. ‘જીવું છુ ત્યાં સુધી જીવતી રહું’ એવો વિશ્વાસ ધરાવનાર રમીલાબહેન શૂન્ય પાલનપુરીની ગઝલ પ્રત્યે ખૂબ જ ઊંડો પ્રેમ ધરાવે છે. શૂન્ય પાલનપુરીની ગઝલમાં તેમને ખૂબ જ વિષય વૈવિધ્યતા દેખાય છે. વિવિધ વિષયો ઉપરના શેર જેમ કે, પ્રણય, ઈશ્વર અને ધર્મને ભેગા કરીને તેનું કલેક્શન કરી લખવાનું તેઓ પસંદ કરતા હતા. રમીલાબહેન કહે છે કે, તેઓ શૂન્ય પાલનપુરીના વિષયને પસંદ કરીને ડિગ્રી મેળવવા ઉપરાંત દિલથી પણ સમૃદ્ધ થયા છે. પોતાના રસનો વિષય જ્યારે ભણવા મળી જાય ત્યારે ભણવાની કેવી મજા આવે તે એક વિદ્યાર્થી જ સમજી શકે છે!

Ahmedabad News phd at 82 ramila shukla fulfills childhood dream inspiring achievement

“સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી, ખમ્મા ખમ્મા’! હિંમત બોલી, અલ્લા બેલી’!”

શૂન્ય પાલનપુરીની આ ગઝલની જેમ જ ઠોસ મનોબળ ધરાવતા રમીલાબહેન કોઈપણ ડગલું ભરતા પહેલા તેના ઉપર પૂરેપૂરું મનોમંથન કરીને પછી જ તેમાં આગળ વધે છે અને ત્યારબાદ તેઓ તેમાં પીછેહટ નથી કરતા. જીવન જીવવાની ધગશથી ભરેલા રમીલાબહેન મહિલાઓ અને મોટી ઉંમરના લોકો માટે ઉદાહરણ સમાન છે. રમીલાબહેનમાંથી ડૉ. રમીલાબહેન શુક્લા બનવાની સફરમાં તેમની આખી જિંદગીનો સાર છે. મહેનત અને પરિશ્રમના સહારે આ ઉંમરે પોતાના સ્વપ્ન પૂરા કરતાં 82 વર્ષના આ મહિલા સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gyan Sadhana Merit Scholarship Exam will now be conducted on April 12
શિક્ષણ

Gyan Sadhana Scholarship Scheme: જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 29 માર્ચે યોજાનારી પરીક્ષા હવે આ તારીખે લેવાશે

by kalpana Verat March 27, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Gyan Sadhana Scholarship Scheme:

  • દર વર્ષે ૨૫૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને મળે છે શિષ્યવૃત્તિનો લાભ
  • રાજ્યમાં 12 એપ્રિલે યોજાશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા
  • મારી યોજના પોર્ટલ દ્વારા રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ

રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સહાય માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આગામી તારીખ 12 એપ્રિલના રોજ રાજ્યમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાનાર છે. તો ચાલો વિગતવાર જાણીએ આ શિષ્યવૃત્તિ સહાય યોજનાના લાભો, પાત્રતા, અરજી કરવાની રીત, પરીક્ષા સહિતની બાબતો વિશે…

Gyan Sadhana Scholarship Scheme: કયા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે ?

– ધોરણ- ૧થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ

– બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ,૨૦૦૯ (આર.ટી.ઇ, એક્ટ 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ

Gyan Sadhana Scholarship Scheme: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને કયા લાભો મળે ?

– રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૯થી શરૂ કરીને ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહે છે.
i. ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.ર૨,૦૦૦
ii. ધોરણ ૧૧ થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.ર૫,૦૦૦

આ સમાચાર પણ વાંચો :  Gujarat Police Suraksha Setu : પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત જોડાણની કડી, 98 હજારથી વધુ બહેનોને સ્વ-રક્ષણની તાલીમ અપાઈ.

– સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવીને ધોરણ ૯થી ૧૨નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ નીચે મુજબ મળવાપાત્ર રહે છે..

i. ધોરણ ૯થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૬,૦૦૦
ii. ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૭,૦૦૦

Gyan Sadhana Scholarship Scheme: કેટલા વિદ્યાર્થીઓને લાભ મળે

– જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા દ્વારા પસંદ થયેલા ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ સહાય મળે છે.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી
– જાહેરનામું પ્રસિદ્ધ થયેથી ઓનલાઇન માધ્યમથી આ પરીક્ષા માટે ફોર્મ ભરવાના રહે છે.

પરીક્ષા ફી

તમામ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા નિઃશુલ્ક છે.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું માળખું
– આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની(MCQ based) રહે છે.
– પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો હોય છે.
– પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષા હોય છે.

પરીક્ષાનું પરિણામ

– જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Gyan Sadhana Scholarship Scheme: યોજનાની માહિતી ક્યાંથી મળશે?

– મારી યોજના ઓનલાઇન પોર્ટલ પરથી રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
– http://mariyojana.gujarat.gov.in/ લિંક પરથી મારી યોજના પોર્ટલ ઍક્સેસ કરીને તમામ યોજનાઓની માહિતી મેળવી શકાય છે.
– આ સિવાય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની વિસ્તૃત માહિતી http://gssyguj.in વેબસાઈટ પરથી તથા પરીક્ષાની વિસ્તૃત માહિતી www.sebexam.org પરથી પણ મેળવી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
IIT GATE 2025 Result GATE 2025 Result Live Updates, At what time GATE merit list is releasing today
શિક્ષણ

IIT GATE 2025 Result : GATE 2025 પરિણામ લાઇવ અપડેટ્સ: આજે ક્યારે રિલીઝ થશે GATE મેરિટ લિસ્ટ?

by kalpana Verat March 19, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai 

 IIT GATE 2025 Result :  ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT Roorkee) આજે 19 માર્ચે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2025 નું પરિણામ જાહેર કરશે. GATE 2025 ના સ્કોરકાર્ડ્સ 28 માર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવશે. gate2025.iitr.ac.in અને goaps.iitr.ac.in પર GATE 2025 પરિણામ ડાઉનલોડ લિંક હોસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોને GATE 2025 પરિણામ લિંક ઍક્સેસ કરવા માટે પોર્ટલ પર લોગિન કરવું પડશે.

 IIT GATE 2025 Result : GATE 2025 પરિણામ તારીખ અને સમય

Text: ઇજનેરિંગ ગ્રેજ્યુએટ્સ માટેની ભરતી-કમ-એડમિશન ટેસ્ટ 1 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે અનેક સત્રોમાં યોજાઈ હતી. GATE કુલ 30 પેપર્સ માટે યોજાઈ હતી. પ્રતિસાદ શીટ્સ 27 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવી હતી. ઉમેદવારોને 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2025 સુધી આન્સર કી અંગે પોતાના વાંધાઓ ઉચકવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: Amazon fired Employees: એમેઝોનમાં ફરીથી મોટી છટણી, હજારો કર્મચારી ઘરભેગા.

 IIT GATE 2025 Result :  IIT GATE પરિણામ 2025: તારીખ, અધિકૃત વેબસાઇટ લિંક, ડાઉનલોડ આ રીતે કરશો.

Text: GATE 2025 ના સ્કોરકાર્ડ્સ ફક્ત તે જ ઉમેદવારો માટે રિલીઝ કરવામાં આવશે જેમણે કટ-ઓફ સ્કોર ક્લિયર કર્યો હશે. gate2025.iitr.ac.in અને goaps.iitr.ac.in પર લોગિન કરીને ઉમેદવારો તેમના પરિણામો ઍક્સેસ કરી શકશે.

March 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GSEB SSC, HSC Exam 2025 Tips for 10 and 12 board exam students and parents
શિક્ષણ

GSEB SSC, HSC Exam 2025: બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ માટે જાહેર કરાઈ એડવાઈઝરી

by kalpana Verat February 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

  • તા.૨૭મીથી બોર્ડની પરીક્ષા: ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ આટલી કાળજી ખાસ રાખે

GSEB SSC, HSC Exam 2025:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવતીકાલ તા.૨૭ મી ફેબ્રુ.થી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. 

GSEB SSC, HSC Exam 2025 Tips for 10 and 12 board exam students and parents

જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય, અને વિદ્યાર્થી શાંતચિત્તે અને કશા પણ ભય વિના પરીક્ષા આપી શકે. વિદ્યાર્થીમિત્રો, બોર્ડની પરીક્ષા માટે તૈયાર હોવ તો કેટલીક ટીપ્સ આપને ચોક્કસ મદદરૂપ બનશે:-

GSEB SSC, HSC Exam 2025 Tips for 10 and 12 board exam students and parents

 

  •  વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે શક્ય હોય તો બૂટ-મોજા ન પહેરતાં ચંપલ કે સેન્ડલ પહેરીને જઈએ કે જેથી પગને અકળામણ ન થાય.
  •  પરીક્ષાના અડધા કલાક પહેલાં પરીક્ષાની તૈયારી બંધ કરી દેવી જોઈએ.
  •  પરીક્ષાને લગતા કોઈપણ નકારાત્મક વિચારો ન કરીએ. હકારાત્મક બની પરીક્ષાને હળવા થઈને આપવી જોઈએ.
  •   અફવાઓ પર ધ્યાન ન આપીએ, પેપર અઘરૂં છે, લાંબુ છે, કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઈએ.
  •   પેપર આપવા જઈએ ત્યારે સાથે રિસિપ્ટ, પેન, સંચો, રબ્બર, ફુટપટ્ટી, જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જઈએ પણ મોબાઈલ સાથે ન લઈ જવો. બોટલમાં પાણી કે લીંબુનું શરબત લઈ જવું.
  •   પરીક્ષા કેન્દ્રો ઉપર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળવું. બિનજરૂરી ચર્ચા કરવાથી અનેક પ્રકારનો ડર પેદા થાય છે.
  •  બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકે બને ત્યાં સુધી મિત્રો સાથે જેતે વિષય અને તૈયારીની ચર્ચા ન કરતાં પોતાની વર્ષ દરમિયાનની મહેનત પર ભરોસો અને વિશ્વાસ દાખવવો જોઈએ.
  •  જ્યારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે પ્રથમ ભાગની પરીક્ષામાં ઓએમઆર/આન્સર શીટમાં વિષયનું નામ અને નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ્ટ કરવું. ઓએમઆર/આન્સર શીટને વાળવી નહીં.
  •  ગણિત જેવા વિષયમાં રફકામ માટે પ્રશ્નપત્રમાં જે જગ્યા આપવામાં આવી હોય તે જગ્યાનો ઉપયોગ કરવો.
  •  વાંચી શકાય તેવા અક્ષરો અને શબ્દો વચ્ચે જરૂરી જગ્યા છોડવી. વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવા. એક જ બ્લ્યુ રંગની શાહીથી લખવું. જેલ પેનનો ઉપયોગ ટાળવો.
  •  ઓળખ છતી થાય તેવા ચિહ્નો ક્યારેય લખશો નહિ. ઓએમઆર શીટમાં ઈશ્વર કે અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓકે નિશાની કરવી નહીં.

આ સમાચાર પણ વાંચો:  Train Cancel Updates : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ રહેશે રદ; જાણો કારણ..

  •   મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, સ્માર્ટવોચ જેવા કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઈસ/ગેઝેટ્સ પરીક્ષા કેન્દ્રમાં સાથે લઈ જવાની મનાઈ હોય છે. જેથી આવા સાધનો ઘરે જ મૂકી રાખો.
  •  કેટલાક અગત્યના વિષયોની ટૂંકી નોટ્‌સ બનાવવાનું રાખવું, જેથી પરીક્ષા પૂર્વે ઝડપી વાંચન શક્ય બને.
  • ખાસ કરીને વાલીઓએ પણ કેટલીક બાબતનું ધ્યાન રાખવું: જેમ કે;
  •  જ્યારે પોતાનું બાળક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા જાય ત્યારે વાલીઓએ રિસિપ્ટ, કંપાસ કે પાઉચ તથા જરૂરી સાધન-સામગ્રી તેણે લીધી છે કે કેમ તે જોઈ લેવાની કાળજી રાખવી.
  •  બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો, અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
NEET UG MBBS Admission Supreme Court upholds NEET UG requirement for admission to foreign medical institutions
શિક્ષણMain PostTop Postદેશ

NEET UG MBBS Admission: સુપ્રીમ કોર્ટે MCI ના આ નિયમને મંજૂરી આપી, હવે વિદેશમાં MBBS કરવા માંગતા વિધાર્થીઓ માટે આ પરીક્ષા પાસ કરવી ફરજીયાત..

by kalpana Verat February 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 NEET UG MBBS Admission:વિદેશથી MBBS કરવા માટે, NEET UG પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આ નિયમને માન્ય રાખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 2018 માં રજૂ કરાયેલ આ નિયમ, ખાતરી કરે છે કે વિદેશમાં દવાનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવા માટે જરૂરી ધોરણોને પૂર્ણ કરે છે. 

 NEET UG MBBS Admission:નિયમન મનસ્વી કે ગેરવાજબી નથી

મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ નિયમન ન્યાયી અને પારદર્શક છે અને કોઈપણ વૈધાનિક જોગવાઈ કે બંધારણની વિરુદ્ધ નથી. કોર્ટે કહ્યું કે  કોઈપણ રીતે મનસ્વી કે ગેરવાજબી નથી. NEET UG પાસ કરવાની જરૂરિયાત ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ, 1997 માં નિર્ધારિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા ઉપરાંત છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે અરજી પર સુનાવણી કરી.

 NEET UG MBBS Admission: NEET UG પાસ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું 

મહત્વનું છે કે વર્ષ 2018 થી, જે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશથી MBBS કર્યા પછી ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવા માંગે છે તેમના માટે NEET UG પાસ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અરજદારોએ MCI નિયમનને પડકાર્યો હતો, અને દલીલ કરી હતી કે તેને ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1956 માં સુધારો કર્યા વિના રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે એવું માન્યું કે મેડિકલ કાઉન્સિલને કાયદાની કલમ 33 હેઠળ નિયમો રજૂ કરવાની સત્તા છે.

 NEET UG MBBS Admission: નિયમનમાં દખલ કરવાનું કોઈ કારણ નથી

સુનાવણી દરમિયાન, બેન્ચે કહ્યું, ‘અમને નિયમનમાં દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી.’ સુપ્રીમ કોર્ટે એક વાર પણ મુક્તિ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. બેન્ચે કહ્યું, એ સ્પષ્ટ છે કે સુધારેલા નિયમોના અમલીકરણ પછી, જો કોઈ ઉમેદવાર પ્રાથમિક તબીબી શિક્ષણ મેળવવા માટે વિદેશી સંસ્થામાં પ્રવેશ લેવા માંગે છે, તો તે નિયમોમાંથી મુક્તિ મેળવી શકશે નહીં. આ નિયમો દેશમાં દવાની પ્રેક્ટિસ કરવા માટે જરૂરી પાત્રતા માપદંડો નક્કી કરે છે. આનાથી ભારતની બહાર ક્યાંય પણ દવાની પ્રેક્ટિસ કરવાના તેમના અધિકાર પર પ્રતિબંધ નથી. આ નિર્ણયનો અર્થ એ થયો કે વિદેશમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમો કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓએ હવે વિદેશી મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે લાયક બનવા માટે NEET UG પાસ કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો:  અટકળો પર પૂર્ણ વિરામ, NEET UG 2025 ની પરીક્ષા આ મોડમાં લેવામાં આવશે; 25 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા..

 NEET UG MBBS Admission:2018 માં લાગુ થયેલા કાયદામાં શું છે?

જો કોઈ પણ ભારતીય વિદ્યાર્થી ગમે ત્યાંથી મેડિકલ ડિગ્રી લે છે, તો તેણે પહેલા NEET પાસ કરવી પડશે. જો કોઈ વિદેશી નાગરિક ભારતમાં દવાનો અભ્યાસ કરવા માંગતો હોય તો પણ તેણે NEET પાસ કરવી પડશે. તે ૨૦૧૮-૧૯ના સત્રથી અમલમાં આવ્યું. એવું કહેવામાં આવ્યું હતું કે વિદેશમાં તબીબી અભ્યાસમાં રસ ધરાવતા લોકોએ પહેલા NEET પાસ કરવું જોઈએ. વિદેશ જવા માટે, MCI પાસેથી યોગ્યતા પ્રમાણપત્ર મેળવવું પડશે. આ પ્રમાણપત્ર ફક્ત તે લોકોને જ આપવામાં આવશે જેઓ NEET પાસ કરી શકશે. જો કોઈ વ્યક્તિ NEET પાસ કર્યા વિના વિદેશથી મેડિકલ ડિગ્રી મેળવે છે તો તે દેશમાં માન્ય રહેશે નહીં.

February 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક