Foot Over Bridge: મહેસાણા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 2 સ્પાન લોન્ચ

Foot Over Bridge: પશ્ચિમ રેલવે પર ગતિ,સલામતી અને ગતિશીલતા ને વધારવાના ઉદ્દેશ્ય થી માળખાકીય સુવિધાઓના ઝડપી વિકાસ માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે

News Continuous Bureau | Mumbai

Foot Over Bridge: પશ્ચિમ રેલવે ( Western Railway ) પર ગતિ,સલામતી અને ગતિશીલતા ને વધારવાના ઉદ્દેશ્ય થી માળખાકીય સુવિધાઓના ઝડપી વિકાસ માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે, આ દિશામાં આગળ વધીને અમદાવાદ મંડળના ( Ahmedabad  Mandal ) મહેસાણા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 5 રેલ રનિંગ રેલ લાઇનો પર 2 સ્પાન્સ (ગર્ડર)નું લોંચિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. 

Join Our WhatsApp Community

મહેસાણા સ્ટેશન ( Mehsana Station ) પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 5 રનિંગ લાઇનો પર 2 સ્પાન લોન્ચ કરવા માટે 7 કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો લોંચિંગ નું કામ સમય પર નિષ્પાદિત કરવામાં આવ્યું. 300 ટનની ક્રેન વડે બનાવવામાં આવેલ મધ્યમાં એક કલાક સુધી ભારે વરસાદને કારણે પ્રભાવિત થયો હતો, પરંતુ તમામ ટીમોએ જબરદસ્ત સમર્પણ સાથે કામ કર્યું હતું અને સમયસર કામ પૂર્ણ કર્યું હતું.

2 span launch for construction of new foot over bridge at Mehsana station

2 span launch for construction of new foot over bridge at Mehsana station

યોજના: ક્રેનને લાઇન નંબર 1,2,3 ને પાર કર્યા પછી લાઇન નંબર 5 અને 6 માં મૂકવામાં આવી હતી અને લાઇન નંબર 5 અને 6 પર 400 મીટર સુધીની યાત્રા કરી કારણ કે બાહરી ટ્રેક થી લોન્ચ થવાની કોઈ શક્યતા ન હતી. લાઇન નંબર 4,5,6 અને લાઇન નંબર 7,8 માટે સ્પાન: 26.8 મીટર (15.5 ટન) અને સ્પાન: 19.6 મીટર (9.5 ટન) ના કુલ 4 ટ્રસ વાળા બે સ્પાન લોન્ચિંગ ( Span Launch ) નું કામ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

ઈલેક્ટ્રીકલ કામ: મહેસાણા અને જગુદણ વચ્ચે AC ટ્રેક્શનના સેક્શનિંગ ને કારણે તમામ લાઈન 1,2,3,4,5,6 બ્લોક થઈ રહી હતી, જો આમાંથી કોઈ પણ લાઈનો ક્રેન મુકવા માટે બ્લોક કરવામાં આવતી, તો તેને ઓછામાં ઓછા 7 કલાક માટે સાઇટ રેહવું પડતું. લાઇન નંબર 1,2,3 પરથી પસાર થતી ટ્રેનોની સુવિધા માટે સેક્શનિંગ કરવામાં આવી હતી, જ્યારે લાઇન નંબર 4,5,6 પર બ્લોક ચાલી રહ્યો હતો. મુસાફરોની સુવિધાઓ તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ પર સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પરિયોજના હેઠળ પ્લેટફોર્મ નંબર 1, 2, અને 3 ને 4,5,6 અને 7,8 સાથે જોડવામાં આવશે, જેથી મુસાફરોને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવાનું સરળતા રહેશે. આ નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી લગભગ દરરોજ હજારો મુસાફરોને સીધો ફાયદો થશે.

2 span launch for construction of new foot over bridge at Mehsana station

આ સમાચાર પણ વાંચો: Gujarat Road Infrastructure: ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી

પશ્ચિમ રેલવેએ અમદાવાદ મંડળના વિકાસમાં મહત્વપૂર્ણ પહેલ કરી છે, જે મુસાફરોને વધુ સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવાનો એક નોંધપાત્ર પ્રયાસ છે. આ મહત્વપૂર્ણ કાર્યની સાથે સાથે, પશ્ચિમ રેલવેના વ્યાપક ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિકાસ કાર્ય નિરંતર ચાલુ છે.

2 span launch for construction of new foot over bridge at Mehsana station

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version