Site icon

Ticket checking: અમદાવાદ મંડળનું ડિસેમ્બર 2023 સુધી ટિકિટ ચેકિંગ અભિયાનથી મળી 20.97 કરોડ રૂ.ની રકમ

Ticket checking: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તમામ કાયદેસર યાત્રીઓને આરામદાયક અને વધારે સારી સેવાઓ નિશ્ચિતરૂપે મળી રહે તેમ જ ટ્રેનના આવાગમનમાં અનધિકૃત મુસાફરી અટકાવવા માટે મેલ/એક્સપ્રેસની સાથો સાથ પેસેન્જર ટ્રેનો અને હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના/ખુદાબક્ષ મુસાફરો પર અંકુશ મૂકવા માટે સતત ટિકિટ ચેકિંગને સઘન બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું.

20.97 crores received from ticket checking campaign of Ahmedabad Mandal till December 2023

20.97 crores received from ticket checking campaign of Ahmedabad Mandal till December 2023

 News Continuous Bureau | Mumbai

Ticket checking પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ મંડળ પર તમામ કાયદેસર યાત્રીઓને ( passengers ) આરામદાયક અને વધારે સારી સેવાઓ નિશ્ચિતરૂપે મળી રહે તેમ જ ટ્રેનના આવાગમનમાં અનધિકૃત મુસાફરી અટકાવવા માટે મેલ/એક્સપ્રેસની ( Express train ) સાથો સાથ પેસેન્જર ટ્રેનો અને હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનોમાં  ટિકિટ વિના/ખુદાબક્ષ મુસાફરો પર અંકુશ મૂકવા માટે સતત ટિકિટ ચેકિંગને સઘન બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું.

Join Our WhatsApp Community

રેલ વાહનવ્યવહારમાં ( rail transport ) અનધિકૃત મુસાફરોને અટકાવવા માટે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી પવનકુમાર સિંહના નેતૃત્વ હેઠળ વિવિધ પ્રકારે ટિકિટ ચેકિંગ અભિયાન ( Ticket checking campaign ) ચલાવવામાં આવ્યા. આ વર્ષે ડિસેમ્બર માસ 2023ના અંત સુધીમાં અમદાવાદ મંડળ ( Ahmedabad Mandal ) દ્વારા મહત્તમ ટિકિટ ચેકર કર્મચારીઓ જેમાં મહિલા ટિકિટ ચેકર્સ પણ સામેલ છે, તેમનો સહયોગ લઇને મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન તેમ જ અમદાવાદ સ્ટેશને વિવિધ પ્રકારનું ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. આ રીતે મોટા પાયે કરવામાં આવેલા તપાસ અભિયાન દરમિયાન ડિસેમ્બર 2023માં 28422 કેસ નોંધાતા 1.94 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ મેળવવામાં આવી જે ગત વર્ષની સરખામણીએ 27.29 ટકા વધારે છે. આ વર્ષે મંડળ દ્વારા એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધી ટિકિટ વિના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વિનાના સામાનના કુલ 2.93 લાખ કિસ્સા તેમ જ  20.97 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી.  

આ સમાચાર પણ વાંચો : Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા 2024 માટે રેકોર્ડ 1 કરોડ રજિસ્ટ્રેશન.

        તમામ યાત્રીઓને વિનંતી છે કે યોગ્ય રેલ ટિકિટ મુજબ જ યાત્રા કરે, એથી તમે રેલની પ્રગતિમાં યોગદાન આપી માનભેર યાત્રા પણ કરી શકશો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version