News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશન પર વિકાસ કામ માટે ટ્રાફિક અને ઓએચઈ બ્લોકને કારણે ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરવામાં આવશે. માર્ગ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
-
5 ઓક્ટોબર 2024ની ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ( Gandhidham Shri Mata Vaishno Devi Katra Express ) પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહીયાં ખાસ-કપૂરથલા-જાલંધર સિટીના રસ્તે ચાલશે.
-
02 ઓક્ટોબર 2024ની ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ( Jamnagar Shri Mata Vaishno Devi Katra Express ) પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહીયાં ખાસ-કપૂરથલા-જાલંધર સિટીના રસ્તે ચાલશે.
-
01 અને 08 ઓક્ટોબર 2024ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ ( Hapa Shri Mata Vaishno Devi Katra Express ) પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહીયાં ખાસ-કપૂરથલા-જાલંધર સિટીના રસ્તે ચાલશે.
આ સમાચાર પણ વાંચો : Govinda Gun Fire: મોટા સમાચાર… બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયા દાખલ.
વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.